MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જૂના મનદુઃખની અદાવતમાં યુવક પર લાકડાના ધોકા વડે હુમલો

 

MORBI:મોરબી જૂના મનદુઃખની અદાવતમાં યુવક પર લાકડાના ધોકા વડે હુમલો

 

મોરબી શહેરમાં ત્રણ વર્ષ પહેલાં થયેલા બહેનના છૂટાછેડાનું મનદુઃખ રાખીને પૂર્વ પતિએ પોતાના સાળા પર ફિલ્મી ઢબે હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આરોપીએ ફોર્ચ્યુનર ગાડીમાં સાળાનો પીછો કરી, સનાળા રોડ પર રસ્તો આંતર્યો હતો અને જાહેરમાં બેઝબોલના લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ પર આવેલા કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અને ખાનગી નોકરી કરતા ૨૨ વર્ષીય યુવક દિવ્યરાજભાઈ કિરણભાઈ સનારીયાએ આરોપી ભાવેશભાઈ દેવકરણભાઈ સાવરીયા (રહે. રાજપર ગામ, મોરબી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી ભાવેશભાઈ સાથે ફરિયાદીને બહેનના લગ્નજીવનના ભંગ અંગે જૂનું મનદુઃખ ચાલતું હતું. આ અદાવતનો ખાર રાખીને આરોપીએ દિવ્યરાજભાઈનો ફોર્ચ્યુનર ગાડીમાં પીછો કર્યો હતો અને સનાળા રોડ પર તેમને આંતરી લીધા હતા. ત્યારબાદ આરોપીએ બેઝબોલના લાકડાના ધોકા વડે દિવ્યરાજભાઈ પર તૂટી પડીને કમરના ભાગે તથા બંને પગના સાથળમાં આડેધડ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે યુવકને ગંભીર મૂઢ ઈજાઓ પહોંચી હતી.

હુમલા દરમિયાન આરોપીએ જાહેરમાં મા-બહેન સામણી ગાળો આપીને દિવ્યરાજભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આટલું જ નહીં, આરોપીએ ફરિયાદીના સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજીસ્ટર નંબર: GJ-03-JG-7165) ના આગળના ટોપાના ભાગે ધોકાના ફટકા મારીને વાહનને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

આ ચકચારી ઘટના અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી લેવા માટે આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

Back to top button
error: Content is protected !!