MORBI:મોરબી હાથઉછીના લીધેલા પૈસા ચૂકવી દીધા હોવા છતાં કોન્ટ્રેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી, કેશોદના શખ્સ સામે ગુનો દાખલ







MORBI:મોરબી હાથઉછીના લીધેલા પૈસા ચૂકવી દીધા હોવા છતાં કોન્ટ્રેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી, કેશોદના શખ્સ સામે ગુનો દાખલ


મોરબીના રવાપર ગામ પાસે રહેતા અને બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા એક કોન્ટ્રેક્ટરને પાંચ વર્ષ પહેલાં લીધેલી હાથઉછીની રકમ પરત ચૂકવી દીધી હોવા છતાં, કેશોદના એક શખ્સે ફોન પર બિભત્સ ગાળો ભાંડી મોરબી આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર ગામ પાસે આવેલ ભગવતી ટ્વીન્સ (એ-બ્લોક, નંબર ૧૦૪), રાજા મિનરલ વોટર પાર્ક બાજુમાં રહેતા અને કોન્ટ્રાક્ટરનો ધંધો કરતા રાજેશભાઈ વાઘજીભાઇ કાલાવડીયા (ઉં.વ. ૪૫) એ આરોપી વિનોદભાઈ ઉર્ફે નાનુભાઈ ખીમજીભાઈ માકડીયા (રહે. કેશોદ, જી. જૂનાગઢ) વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીએ આરોપી વિનોદભાઈ પાસેથી અગાઉ હાથઉછીના રૂપિયા લીધા હતા, જે રૂપિયા તેમણે સમયસર પરત ચૂકવી દીધા હતા. આમ છતાં, આરોપીએ ફરિયાદીને ફોન કરીને અવારનવાર બિભત્સ ગાળો આપી હતી અને મોરબી આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
કોન્ટ્રેક્ટર રાજેશભાઈની ફરિયાદના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આરોપી વિનોદભાઈ ઉર્ફે નાનુભાઈ માકડીયા સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.


