MORBI મોરબી કેન્દ્ર સરકાર ની પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને ગુજરાત સરકાર ની મુખ્યમંત્રી અલ્પાહાર યોજના ના માનદ સેવકો ના પ્રશ્નો અંગે આવેદનપત્ર
MORBI મોરબી કેન્દ્ર સરકાર ની પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને ગુજરાત સરકાર ની મુખ્યમંત્રી અલ્પાહાર યોજના ના માનદ સેવકો ના પ્રશ્નો અંગે આવેદનપત્ર
મોરબી ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ સંલગ્ન અમો પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ તરીકે રાષ્ટ્ર સેવામાં રાજ્ય સરકાર ના નિયુક્ત માનદ સેવકો તરીકે રાજ્ય ની ૩૨૦૦૦ શાળાઓમાં આવેલ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ કિચન કમ શેડ કિચન ગાર્ડન માં માનદ સેવા થી સેવાઓ આપતા સહુથી વેતન ની દ્વષ્ટિએ સહુથી નાના કર્મીઓ છીએ ત્યારે યોજના ના અમલીકરણ માં આવતી મુશ્કેલીઓ અને અમારા કર્મીઓ ના પ્રશ્નો આપ સમક્ષ આ આવેદનપત્ર માં અમારી મુખ્ય માંગણીઓ મારફતે રજૂ કરીએ છીએ જિલ્લા કલેકટર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવેદન પાઠવ્યું
મુખ્ય માંગણીઓ
૧- યોજના નું ખાનગીકરણ તાકીદે રોકવા બાબત
ગુજરાત રાજ્ય માં આ યોજના૧૯૮૪, થી ચાલુ છે ત્યારે બધી જ શાળાઓ માં કિચન ગેસ,જરૂરી સ્ટાફ, ઉપલબ્ધ છે જેના માધ્યમ થી દેશની ઉત્તમ અમલવારી માં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે અને ભારત સરકાર ની પણ ગાઈડ લાઈન છે પ્રત્યેક શાળા માં જ ભોજન તાજુ બનાવવાની સુવિધા હોવી જોઈએ એ મુજબ ગુજરાત રાજ્ય ની તમામ શાળાઓ માં જ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે કેન્દ્રીય રસોડા નો પ્રોજેક્ટ જે ગુજરાત બહાર ની ચાર સંસ્થાઓ ના જ પોષણ માટે લાવવા માં આવ્યો છે જે અંગે નું ટેન્ડર તાકીદે રદ કરી મૂળભૂત શાળા કક્ષાએ જ ગરમ તાજુ અને સુપ્રીમ કોર્ટ ના ચૂકાદા મુજબ આ યોજના માં રસોઈયા તરીકે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ ના રસોઈયાને અગ્રતા ક્રમની જોગવાઇ મુજબ સામાજિક સમરસતા ના ઉત્તમ વાતાવરણ માં બનતું ભોજન અને પીરસવાની કામગીરી ને બદલે ૪૦/૫૦, કિલોમીટર દૂર થી આગળ ની મોડી રાત્રે ૩-૦૦ વાગ્યે બનેલું ભોજન બીજા દિવસે ૨-૦૦ વાગ્યે કેન્દ્રિય રસોડા ના ત્રણ ત્રણ તાલુકા ના આ યોજના ના લાખો બાળકો ને ઉપલબ્ધ કરાવવા ખાનગીકરણ અમો સખત વિરોધ કરીએ છે જે તાકીદે બંધ થવું જોઈએ અને એ ટેન્ડર રદ કરવા ની બુલંદ માંગણી
૨- યોજના માં સમયસર અને ઉત્તમ જથ્થો ઉપલબ્ધ કરાવવા બાબત
પીએમ પોષણ શકિત નિર્માણ યોજનામાં બે વર્ષ થી બદલાવેલ કમિશ્નર કચેરી દ્વારા જ આખા રાજ્ય માં આપતી પરમીટ જે મુજબ અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખાસ કરીને સમય મર્યાદા માં તેલ,ડાળ સહિત નો જથ્થો ઉપલબ્ધ કરાવવાનો હોય છે પરતું આ જથ્થો નિયમિત નથી જેના કારણે આ મેનુ મુજબ નું ભોજન નથી બની શકતું અને યોજના ના ભોજન અંગે ના વ્યાપક પ્રશ્નો ઊભા થયા છે. જેને કારણે સ્થાનિક રસોડા દ્વારા તાજુ અને ગરમ ભોજન શાળા માં જ બનાવવાની પદ્ધત્તિ બદનામ થાય છે અને ખાનગી સંસ્થાઓને પ્રોત્સાહન આપવાની નીતિ ને વ્યાપક રીતે પ્રબળ બનવાનું માધ્યમ બને છે ત્યારે જેમ મુખ્યમંત્રી અલ્પાહાર યોજના માં તેલ સહિત ની કાચી સામગ્રી મેળવવાની જોગવાઇ કરવામાં આવી છે એમ અન્ય રાજયો માફક તેલ અને કઠોળ,ડાળ ની પણ કરવામાં આવે એવી યોજના ના હિત માં મુખ્ય માંગણી
૩- યોજના ના શાળા કક્ષાએ કામ કરતા સંચાલક ને શાળા સહાયક નો દરજ્જો
આ યોજના માં બે પ્રકાર નું મહેકમ છે જેમાં કેન્દ્ર કક્ષાએ મેનેજર ની ભૂમિકા માં સંચાલક ની નિમણૂક છે જે રાજ્ય સરકાર નું મહેકમ છે જ્યારે રસોઈયા અને મદદનીશ એ ભારત સરકાર નું મહેકમ છે ત્યારે ગુજરાત સરકાર આવા સંચાલકો ને શાળા સહાયકની જગ્યા ઊભી કરીને સમાવવા માં આવે એવી માંગણી
૪- માનદ વેતન ચુકવણી ની વ્યાપક અ સમાન ચુકવણી
આ યોજના માં શહેરી વિસ્તાર માં ખાનગી સંસ્થાઓ અને ગ્રામ્ય વિસ્તાર માં શાળા કક્ષાએ રસોઈયા કામ કરે છે શહેરી વિસ્તાર માં ખાનગી સંસ્થાઓ દ્વારા ભોજન તૈયાર આવે છે એ શાળા માં કામ કરતા રસોઈયા ને ૩૭૫૦/ માનદ વેતન મળે છે એમને કોઈ પણ પ્રકાર નું ભોજન
2
હોતું નથી માત્ર સંસ્થા માંથી આવેલ ભોજન જે બુફે પદ્ધતિ થી પીરસતું હોય છે એટલાં સમય સુધી એટલે કે ૩૦ મિનિટ સુધી જ કામ કરવ છે જ્યારે શાળા કક્ષાએ આવેલ કિચન માં કામ કરતા રસોઈયા ને શાળા ખુલવાના બે કલાક પહેલા એટલે કે ૯-૦૦ શાળા માં આવી ને સ મુખ્યમંત્રી અલ્પાહાર યોજના નો નાસ્તો બનાવવા નું કામ જે ૧૧-૦૦ વાગ્યે પ્રાર્થના બાદ તુરત જ મેનુ મુજબ નો નાસ્તો પીરસવાનો અને એ તમામ
રસોઈ ને અને ભોજન ના વાસણો સાફ સફાઇ કરવાની જે ૧૨-૦૦ વાગ્યે કામ પૂર્ણ થાય ત્યાર બાદ તુરત જ પીએમ પોષણ શકિત નિર્માણ યોજના નું બપોર નું પાકું ભોજન બનાવવા નું શરુ થાય જે ભોજન બપોરે ૨-૦૦ વાગ્યે પીરસાય અને એ રસોઈ ના અનેભોજન ના ના વાસણો ની સાફ સફાઈ કરી અંદાજે૩-૩૦વાગ્યે એ કામ પૂર્ણ થાય ઉપરાંત અઠવાડીએ એક વખત ગુરુવારે બપોર, ૪-૦૦ વાગ્યે બીજી એક પોષણ યોજના ની સુખડી બનાવવા ની જે ૪-૦૦ વાગ્યે એ કામ પૂર્ણ થાય એ વાસણો ની સાફ સફાઈ ૫-૦૦ પૂર્ણ થશે અંતે એ શાળા કક્ષાએ આવેલ રસોડા ની સાફ સફાઈ કરી એ રસોઈયા સાંજે ૫-૦૦ વાગ્યે સંપૂર્ણ કામ પૂર્ણ કરે આમ ૮-૦૦ કલાક સખત શ્રમ કરનાર રસોઈયા ને પણ ૩૭૫૦/ માનદ વેતન ની જોગવાઇ એ સંપૂર્ણ પણે અ સમાન છે એ અ સમાનતા શ્રમ અને રોજગાર વિભાગ ના અન્ય રસોઈયા ની જોગવાઇ મુજબ આ શાળા કક્ષાએ કામ કરતા રસોઈયા ને પણ વેતન આપવાનો બુલંદ માંગણી છે અમારી
૫- આકસ્મિક ઘટના માં વળતર અને ઇલાજ ની જોગવાઇ
આ યોજના માં કામ કરતા રસોઈયા સહિત ના સ્ટાફ જે સતત અગ્નિ સાથે કામ કરે છે આવા કામ દરમિયાન કોઈ અઘટિત ઘટના બને તો રાજ્ય સરકારના જોગવાઇ મુજબ ૪ લાખ નું વળતર મુખ્યમંત્રીના રાહત કોષ માંથી મળે અને એ રસોઈ કામ દરમિયાન દાજી જવા સહિત ની ઘટના માં સંપૂર્ણ ઈલાજ રાજ્ય સરકાર ના ખર્ચે થાય એવી જોગવાઈ ની પણ બુલંદ માંગણી
૬- શ્રમ અને રોજગાર વિભાગ ના તમામ લાભો બાબત
આઠ કલાક ની કામગીરી માં રોકાયેલ આ યોજના ના કર્મીઓ ને શ્રમ અને રોજગાર વિભાગના શ્રમિકો ને મળતા તમામ લાભો ઉપલબ્ધ કરવાની જોગવાઇ કરવામાં આવે એવી બુલંદ માંગણી
આમ ઉપરોક્ત માંગણીઓ અમો ભારતીય મજદૂર સંઘ ના મુખ્ય સિદ્ધાંત પ્રથમ રાષ્ટ્ર હિત, ઉદ્યોગ હિત, અને છેલ્લે ત્રીજા ક્રમે શ્રમિક હિત મુજબ તંત્ર ની આ યોજના માં અનિયમીત કાચી સામગ્રી ની ગેરહાજરી માં પણ સ્થાનિક દાતાઓ ની મદદ થીબાળકો ને ભૂખ્યા નહિ રાખીને રાષ્ટ્ર નું હિત, આ યોજના માં અનેક અનેક અડચણો છતાં યેનકેન પ્રકારે ભોજન ની વ્યવસ્થાઓ જાળવી રાખીને યોજના નું હિત જાળવતા જાળવતા શ્રમિક હિત ની છેલ્લે માંગણીઓ છે જે અમો જિલ્લા ભર ના આ યોજના ના કર્મીઓ બાળકો ભોજન થી પણ આજે ભોજન થી પણ વંચિત ન રહે એ મુજબ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ ને ગુજરાત સરકાર સમક્ષ યોજના અને યોજના ને હિત માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું