
અહેવાલ
અરવલ્લી : હિતેન્દ્ર પટેલ
એક જ જગ્યાએ 18 થી વધૂ ખાડા : જીતપૂર (તરકવાડા) ગામે ખાડાઓનું સામ્રાજ્ય, રીપેરીંગકામમાં વેઠ
હાલ અરવલ્લી જિલ્લામાં રોડ અને રસ્તાના કામોમાં જાણે કે આમ જનતા મૂંગી અને આંખે દેખતી ના હોય તેવી રીતે તંત્ર લોકોને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યું છે પ્રી મોન્સુન કામગીરી માટે તંત્ર એ રસ ના લીધો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે
મેઘરજ તાલુકાનું માર્ગ અને મકાન વિભાગ ઘોર નિંદ્રામાં હોઈ તેવું લાગી રહ્યું છે થોડા દિવસ પહેલા જ ચોમાસામાં વરસાદના કારણે રસ્તાઓ પર ખાડાઓનો સામ્રાજ્ય જોવા મળ્યું હતું ત્યારે તંત્ર આમ જનતા ને છેતરવાનું કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે મેઘરજ માર્ગ અને મકાન વિભાગને ખાડાઓને લઈ ધ્યાન દોરાતા મેઘરજ માર્ગ અને મકાન વિભાગે પોતે સમારકામ હાથ ધર્યું હતું પરંતુ બે દિવસ પહેલા જે જગ્યાએ રસ્તાનો સમારકામ કરવાનું હોય તે જગ્યાએ સમારકામ કર્યું નહીં પરંતુ એની આજુબાજુમાં માત્રને માત્ર ખાડાઓ પૂરી સંતોષ માન્યો હતો હાલ જીતપુર તરકવાડા ગામ વચ્ચે જે રસ્તો આવેલો છે રસ્તા ઉપર થી શાળામાં જતા વિદ્યાર્થીઓને તેમજ કામ અર્થએ જતા વ્યક્તિઓને ભારે ખાડાના કારણે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે એકજ જગ્યાએ 18 થી વધૂ ખાડાઓ પડ્યા છે છતાં તંત્રને દેખાતું નથી મેઘરજ માર્ગ અને મકાન વિભાગને વારંવાર આ બાબતે વાત કરવા છતાં જાણે કે મુંગુ હોય અને આંખે દેખાતું ન હોય તેવી લાલિયાવાડી સામે આવિ છે જે જગ્યાએ ખાડાઓ તે જગ્યાએ ખાડાઓ પુરવાની તસલ્લી ન લેતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે




