GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટેવઆરોગ્યકેમ્પનું આયોજન કરવામાં આવ્યું

 

MORBI:મોરબી મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટેવઆરોગ્યકેમ્પનું આયોજન કરવામાં આવ્યું

 

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાનીડે. એન.યુ.એલ.એમ. યોજનાહેઠળ મહારાણીશ્રીનંદકુંવરબાઆશ્રયગૃહખાતેઆશ્રીતોમાટેઆરોગ્યકેમ્પનુંઆયોજનકરવામાંઆવ્યું.

મોરબી મહાનગરપાલિકા ની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોના આશ્રયસ્થાન ઘટક અંતર્ગત મહારાણીશ્રી નંદકુંવરબા અશ્રયગૃહ કાર્યરત છે મોરબી મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગ હેઠળ શ્રી સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત આશ્રયગૃહ ખાતે ગત તા.૩૦મેંના રોજ સાંજે ૫ થી ૭ દરમ્યાન આશ્રિતો માટે આરોગ્ય વિભાગ તથા મહાનગરપાલિકાની UCD શાખાના સહયોગ થી જનરલ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આશ્રયગૃહના આશ્રિતોને તપાસી જરૂરી દવાઓ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ ચેક કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રીના માર્ગદર્શન અને વિભાગીય સુચના અનુસાર દર ૧૫ દિવસે આશ્રયગૃહના આશ્રિતો માટે આરોગ્ય ચકાસણી અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં કુલ ૪૩ જેટલા આશ્રિતોએ લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા આરોગ્ય વિભાગની ટીમ અને સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કેમ્પને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!