MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી છેતરપીડીના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

MORBI:મોરબી છેતરપીડીના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

 

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપીડીના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપીને બિહાર રાજય ખાતેથી મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.


મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના ગુન્હામાં આરોપી કૌશેલેન્દ્રકુમાર ઉર્ફે લલ્લકમાર રવિદ્રપ્રસાદ ઉર્ફે સુલતાના મહતો (ઉ.વ.૨૯) રહે-ચકલાઇ ગામ તા.વરસાલીગંજ જી.નવાદા બિહાર વાળા છેલ્લા છએક વર્ષથી નાસતા-ફરતા હોય જેને શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમ બનાવી બિહાર ખાતે તપાસમાં મોકલેલ હોય જયાં હ્યુમનસોર્સ તથા ટેકનીકલ વર્ક કરીને આરોપીને તેમના ઘરેથી પકડી પાડી જેની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટર એસ.કે. ચારેલ ચલાવી રહેલ છે.

Back to top button
error: Content is protected !!