MORBI:મોરબી લાલબાગ સેવા સદનમાં પ્રાથમિક સુવિધાઓ નો અભાવ મુદ્દે તંત્ર પર આમ આદમી પાર્ટી ના આકારા પ્રહાર
MORBI:મોરબી લાલબાગ સેવા સદનમાં પ્રાથમિક સુવિધાઓ નો અભાવ મુદ્દે તંત્ર પર આમ આદમી પાર્ટી ના આકારા પ્રહાર
આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું કે મોરબી જિલ્લામાં આવેલ લાલબાગમાં સેવાસદનમાં દર મહિને લાખો કરોડો રૂપિયાનો વહીવટ અને નોંધણી થાય છે એ જ કચેરીમાં પાયાની જરૂરી સુવિધાઓ નથી જેવી કે
૧. ટોયલેટ, મુતરણી ની સુવ્યવસ્થા નથી અને આ ઉનાળા સારા પીવાના પાણીની સુવિધા નથી. જ્યારે અધિકારી ની કચેરી માં મિનરલ વોટર ના જગ આવે છે.
૨. લાલ બાગ સેવા સદન ન પૂરા પટાંગણ માં એકપણ સીસીટીવી કેમેરા ની સુવિધા નથી.આવારા ,લૂખા, ગુંડા તત્વો દ્વારા કોઈ જાતની ચોરી,સરકારી રેકોર્ડ કે જાહેર મિલકત ને નુકશાન કરશે છે તો એનો જવાબદાર કોણ?
3. જ્યારે કોઈ અજાણ કે અભણ માણસ આ કચેરીમાં જાય ત્યારે ને દરેક ઓફિસ ના દરવાજા બંધ જોવા મળે છે. જેથી કોઈને ખબર ન પડે અંદર કોઈ છે કે નહીં તો આ અધિકારીઓને શું વાંધો હશે દરવાજો ખુલ્લો હોય તો..?
4. આ કચેરી માં કોઈ પણ જાત ની માહિતી નોટિસ બોર્ડ નથી કે ક્યાં રૂમ માં કઈ કામગીરી થઈ છે.તો દરેક ફ્લોર પર ,રૂમ નંબર સાથે,એ રૂમ માં થતી કામગીરી ની વિગત લખી ને બોર્ડ લાગવા.જેથી અરજદાર ને પડતી મુશ્કેલી ઓછી થાય.
5. અરજદારને બેસવા માટે બેસવા માટે બાંકડા નથી.
6. બંધ પડેલ હાલતમાં સરકારી ગાડીઓ પડી છે.
7. આજ કચેરીઓમાં કેટલાય રૂમમાં બારીઓ પણ તૂટી ગયેલી છે.
8. કંપાઉન્ડ ની અંદર બાવળ નું સામ્રાજ્ય ઊભા છે.તો બરોબર સફાઈ કરી ને સારા વૃક્ષો નું રોપણ કરી શકાય છતાં તંત્ર દ્વારા નજરઅંદાજ કરવામાં આવે છે.
9. જો દિવસે કોઈ અરજદાર અધિકારી ની કચેરી માં પૂછ્યા વિના જતા રે ને તો એના પર કેટલીય ફિલોસોફી કરે અને પાવર બતાવે આ એ જ કચેરી માં રાતે કોઈ પણ જાત ની સિક્યુરિટી નથી.તો એવા અધિકારી ને પાવર કરવો હોય ને તો રાત્રે સિક્યુરિટી ની માંગ એના ઉચ્ચ અધિકારી પાસે કરે નય કે અભણ,ગરીબ, અરજદાર પર.
આ તમામ સુવિધાઓ નો અભાવ હોવાથી સેવા સદન એક બીસ્માર હાલતમાં હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ બધા મુદ્દાઓ ને તંત્ર અને જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ના ધોરણે ધ્યાનમાં માં લઈ ને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવી આપશો. એવી માંગ કરવામાં આવી છે. જો તંત્ર દ્વારા નજરઅંદાજ કરવામાં આવે તો આ પ્રાથમીક સુવિધાઓ ના નામે ભષ્ટ્રાચાર થતો હોય તેવી શંકા વ્યક્ત કરી છે..