BANASKANTHAGUJARATKANKREJ
રાધનપુરમાં રઘુવંશી ઠક્કર સમાજનું ગૌરવ વધારતી ડૉ.હિરલ.કે.ઠક્કર
રાધનપુરમાં રઘુવંશી ઠક્કર સમાજનું ગૌરવ વધારતી ડૉ.હિરલ.કે.ઠક્કર

રાધનપુરમાં રઘુવંશી ઠક્કર સમાજનું ગૌરવ વધારતી ડૉ.હિરલ.કે.ઠક્કર
રાધનપુરના વતની ડૉ.હિરલ કે.ઠક્કરે કોમર્સ/એકાઉન્ટન્સી વિષયમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રાધનપુર કોલેજના પ્રિ.ડૉ.સી.એમ. ઠક્કર ના માર્ગદર્શન હેઠળ અકમ્પેરેટિવ સ્ટડી ઓફ ફાઈનાન્સિયલ પરફોર્મન્સ ઓફ સિલેક્ટેડ સિમેન્ટ કંપનીસ ઓફ ઇન્ડિયા વિષય પર પી.એચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી રાધનપુર નગર તેમજ રઘુવંશી ઠક્કર સમાજનું ગૌરવ વધારેલ છે. તેઓએ રાધનપુર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરેલ અને ૨૦૧૪ માં યુનિવર્સિટીમાં એમ. કોમ.માં ગોલ્ડ મેડલ પણ મેળવેલ છે.ડૉ. હિરલ.કે.ઠક્કરે પી.એચ.ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરતા સગા સ્નેહીજનો મિત્રવર્તુળ શુભેચ્છાઓની વર્ષા વરસાવી રહ્યા છે.
નટવર. કે. પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦