MORBI મોરબી મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે ગેર સમજ થી વિખૂટા પડેલા પરપ્રાંતીય દંપતી નું સુખદ્ મિલન કરાવવામાં આવ્યું,

MORBI મોરબી મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે ગેર સમજ થી વિખૂટા પડેલા પરપ્રાંતીય દંપતી નું સુખદ્ મિલન કરાવવામાં આવ્યું,
ડે એન યુ એલ એમ યોજના અંતર્ગત મહાનગર પાલિકા મોરબી ના માનનીય કમિશ્નર શ્રી અને ડે, કમિશનર સાહેબ ના માર્ગદર્શન હેઠળ યુસીડી વિભાગ સાથે સંકલન દ્વારા શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉધ્યોગ કેળવણી સંસ્થા સંચાલન ની જવાબદારી સંભાળે છે,
આશ્રય ગૃહ માં ઘર વિહોણા અને નિરાધાર લોકો ને આશ્રય ઉપરાંત ચા નાસ્તા બંને ટાઇમ ભોજન તથા તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે,, જરૂરિયાત ધરાવતા આશ્રિતોને જુદા જુદા સરકારી વિભાગો ની યોજનાઓ ના લાભો જે તે વિભાગ સાથે સંકલન દ્વારા પૂરા પાડવામાં આવે છે,
ગત તારીખ ૩૧ જુલાઈ ના રોજ પર પ્રાંતીય મહિલા તેમના પતિ સાથે અણબનાવ બનતા ઘર છોડી નાસી છૂટી હતી જે મોરબી આવી ને રેલવે સ્ટેશન પાસે આવેલ મેલડી માતાજી ના મંદિરે પહોંચી જતા માનસિક શારીરિક સ્થિતિ નબળી જણાતા ત્યાંથી કોઈ ભાવિકે આશ્રય ગૃહ માં પહોંચવા જણાવતા તેમણે આશ્રય લીધો હતો, ફરજ પર ના પ્રતિનિધિઓ દ્વારા તેઓને સાંત્વના પાઠવી સ્નાન વગેરે ની વ્યવસ્થા સાથે કપડાં પણ પૂરા પાડ્યા હતા અને પારિવારિક જેવા માહોલ સાથે હૂંફ અને લાગણી સભર વ્યહવાર કરતા તે આશ્રિત બહેન કથળી ગયેલી માનસિક શારીરિક સ્થિતિ માંથી બહાર આવી સામાન્ય સ્થિતિ એ પહોંચતા આજ રોજ સખી વન સ્ટોપ ના ઇન્ચાર્જ સાથે સંકલન દ્વારા તેમના પતિ ની ભાળ મેળવી બેને નું વ્યક્તિગત અને સંયુક્ત કાઉન્સિલિંગ કરતા આખરે દંપતી વચ્ચે સુખદ્, સમાધાન થયું હતું અને તેઓ પોતાના નિવાસ સ્થાને જવા રાજીખુશી થી નીકળી ગયા હતા, જતા વખતે તેઓએ આશ્રય ગૃહ ની કાર્યપદ્ધતિ અને પરિવારિક હૂંફ ભર્યા લાગણીશીલ વ્યહવાર વર્તન અને માનવતા ને તહેદિલ થી બિરદાવી હતી અને આશ્રય ગૃહ પ્રતિનિધિઓ તેમજ સખી વન સ્ટોપ ના ડિમ્પલબેન પાથર નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો,,









