MORBI:મોરબી મહેન્દ્રનગર ચોકડીએ પિસ્તોલ બતાવી ૪૬ લાખની લૂંટ: પોલીસ સતકર્તા દાખવી કારને આંતરી લીધી બાદમાં મોક ડ્રીલ જાહેર કરવામાં આવી
MORBI:મોરબી મહેન્દ્રનગર ચોકડીએ પિસ્તોલ બતાવી ૪૬ લાખની લૂંટ: પોલીસ સતકર્તા દાખવી કારને આંતરી લીધી બાદમાં મોક ડ્રીલ જાહેર કરવામાં આવી
મોરબીની મહેન્દ્રનગર ચોકડી ખાતે પિસ્તોલ બતાવી કારમાં આવેલ ઇસમોએ ૪૬ લાખની રોકડ ભરેલ થેલો લઈને લૂંટ કરી નાસી ગયા હતા જેથી જીલ્લા પોલીસે નાકાબંધી કરી તુરંત એક્શન લેતા કારને આંતરી લીધી હતી અને લૂંટનો મુદામાલ સહીતની મત્તા કબજે લઈને આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી બાદમાં પોલીસે મોકડ્રીલ જાહેર કરી હતી
મોરબી જીલ્લામાં વધતા ગુના અટકાવવા અને પોલીસની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કંટ્રોલ રૂમમાં ભોગ બનનારે ફોન કરી જણાવ્યું હતું કે મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે ક્રેટા ગાડીમાં અજાણ્યા ઇસોએ આવી પિસ્તોલ બતાવી ૪૬ લાખની રોકડ ભરેલ થેલાની લૂંટ કરી હળવદ તરફ નાસી ગયા છે જેથી મોરબી પોલીસે રેડ એલર્ટ જાહેર કર્યું હતું અને રેડ એલર્ટ સ્કીમ મુકબ તમામ પોલીસ અધિકારી, કર્મચારીને પોતાના પોઈન્ટ પર પહોંચી જવા જણાવ્યું હતું પોલીસ ટીમો સમય મર્યાદામાં પોતાના પોઈન્ટ પર પહોંચી હતી અને લૂંટ કરીને નાસી જનાર ક્રેટા કાર અને આરોપીને ઝડપી લેવા આડશો ઉભી કરી નાકાબંધી કરી વાહન ચેકિંગ કામગીરી શરુ કરી હતી દરમિયાન લૂંટ કરી નાસી જનાર ગાડી મહેન્દ્રનગરથી હળવદ તરફ ગઈ હોવાની માહિતીને પગલે એલસીબી ટીમે ક્રેટા ગાડીનો પીછો કર્યો હતો અને હળવદ પીઆઈએ સમય સુચકતા દાખવી રોડ પર ટ્રાફિક જામ કરાવ્યો હતો અને વાહન ચેકિંગ કર્યું હતું જેમાં ગાડી ટ્રેપમાં આવી ગઈ હતી અને ગાડીને રોકી ચેક કરી મુદામાલ કબજે લઈને આરોપીને ઝડપી લીધા હતા મોરબી જીલ્લા પોલીસની સતર્કતા તપાસવા માટે રેડ એલર્ટની મોક ડ્રીલ કરેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું