
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સ્વામી વિવેકાનંદ રમતોત્સવ કાર્યક્રમ આપણી વિલુપ્ત થતી રમતો ને પુનઃ જીવંત કરશે !
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ નવસારી જિલ્લા દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે વાંસદા તાલુકામાં આવેલ મનપુર ગામ ની આઈ.ટી.આઈ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવ ની ઉજવણી નો કાર્યક્રમ કરવામાં આવ્યો.આ કાર્યક્રમ માં તાલીમાર્થી ર્વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાંસદા તાલુકા સંગઠન ના પ્રમુખ સંજયભાઈ પટેલ, વાંસદા સંગઠન ના મહામંત્રી સંજય બીરારી વાંસદા સંગઠનના મહામંત્રી રાકેશ શર્મા વાંસદા તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ તરુણભાઈ ગાંવિત નવસારી જિલ્લા આઇટી સેલ ના ઇન્ચાર્જ મહેશભાઈ કુર્મી તેમજ મનપુર આઈટીઆઈ ના ફોરમેન જે એમ પટેલ સાહેબ અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના વાંસદા તાલુકા સંયોજક કેતન ગાંવિત, કલ્પેશ પવાર તેમજ આઈટીઆઈ સ્ટાફ તેમજ વ્હાલા વિદ્યાર્થી ભાઈઓ ,બહેનો ઉપસ્થિત રહ્યા હતા



