MORBI મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા હોસ્પિટલ સ્ટાફનેઅને સ્કૂલમાં બાળકોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી




MORBI મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા હોસ્પિટલ સ્ટાફનેઅને સ્કૂલમાં બાળકોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી


મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા.૨૨/૦૭/૨૦૨૫ થી ૨૮/૦૭/૨૦૨૫સુધીમાં ૦૧ હોસ્પિટલ માં ૦૯ સ્ટાફને અને ૦૪ સ્કૂલ માં ૧૭૬૫ બાળકોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ. વધુ પ્રિવેન્શનના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગઓનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા ૩૬ બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. અગાઉ અપાયેલ નોટિસના પગલે ૨૫ કોમ્પલેક્ષ અને ૧૩ સમાજવાડીમાં ફાયરની સિસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.

મોરબી જીલ્લામાં બે અલગ અલગ જગ્યાએ આગ લાગવાના બનાવ બનેલ જેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવેલ. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ – (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ તથા ૧૧૨ પર સંપર્ક કરી શકો છો.



