GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (BLC) માટે ઓનલાઈન ડીમાન્ડ સર્વે શરૂ: પાકું મકાન બનાવવા મળશે ₹૪ લાખની સહાય

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (BLC) માટે ઓનલાઈન ડીમાન્ડ સર્વે શરૂ: પાકું મકાન બનાવવા મળશે ₹૪ લાખની સહાય

 

પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) હેઠળ પોતાના સ્વપ્નનું પાકું મકાન બનાવવાની ઈચ્છા ધરાવતા મોરબીના નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન’ (BLC) ઘટક અંતર્ગત લાભાર્થીઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

₹૪ લાખની મળશે નાણાકીય સહાય – આ યોજના હેઠળ પોતાની માલિકીની જગ્યા ધરાવતા પાત્ર લાભાર્થીઓને પાકું ઘર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧,૫૦,૦૦૦/- અને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨,૫૦,૦૦૦/- મળીને કુલ રૂ. ૪,૦૦,૦૦૦/- ની સહાય ૪ (ચાર) હપ્તામાં સીધી મળવાપાત્ર થશે.

આવાસ નિર્માણના ધારાધોરણો નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ ૩૦ ચો.મી થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તારની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથેના નવા પાકા આવાસનું બાંધકામ કરી શકાશે.

અરજી કરવા માટેની પાત્રતા:અરજદાર મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના રહીશ હોવા જોઈએ.

પોતાની માલિકીનું કાચું, અર્ધ કાચું, જર્જરિત મકાન કે ખુલ્લો પ્લોટ ધરાવતા હોવા જોઈએ.કુટુંબની વાર્ષિક આવક રૂ. ૩.૦૦ (ત્રણ) લાખ સુધીની હોવી જરૂરી છે.ભારતભરમાં અગાઉ સરકારની કોઈપણ આવાસ યોજનાના ઘટક હેઠળ લાભ લીધેલો ન હોવો જોઈએ.

ઓનલાઈન નોંધણી માટેની માહિતી આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા તમામ પાત્રતા ધરાવતા નાગરિકોએ નીચે આપેલી પોર્ટલ લિંક પર જઈને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં પોતાની નોંધણી કરાવવાની રહેશે: https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PMAY_SURVEY/EligiblityCheck.aspx

Back to top button
error: Content is protected !!