GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત બે રોડ ઉપરના દબાણ દુર કરવામાં આવ્યા
MORBI:મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત બે રોડ ઉપરના દબાણ દુર કરવામાં આવ્યા
મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે બે રોડ ઉપર દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સ્ટેશન રોડ અને સામાકાંઠે દુકાનોના દબાણ તેમજ મકાનો ઉપર જેસીબી ફેરવી દેવામાં આવ્યુ છે.મહાપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ અંતર્ગત આજે સવારે સામાકાંઠે સામાકાંઠે રામકૃષ્ણનગ૨ અને વર્ધમાન વચ્ચે પણ નડતરરૂપ બે મકાનો તોડી નખાયા છે. ત્યારબાદ રેલવે સ્ટેશન રોડ ઉપર 20થી વધુ દુકાનોના છાપરા, ઓટલા, બોર્ડ દૂર ક૨વામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશન રોડપર આ ઝુંબેશના શરૂઆતના દિવસોમાં જ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી પણ ફરીથી દબાણો થઈ જતા મહાપાલિકા દ્વારા બીજી વખત આ રોડનો વારો લઈ જેસીબી ચલાવ્યું હતું.