MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની અપીલ: ચોમાસાની આફતમાં તાત્કાલિક મદદ માટે જાહેર કરાયા કંટ્રોલ રૂમ નંબર

 

MORBI:મોરબી મહાનગરપાલિકાની અપીલ: ચોમાસાની આફતમાં તાત્કાલિક મદદ માટે જાહેર કરાયા કંટ્રોલ રૂમ નંબર

 

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુરક્ષા અને સુવિધા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન સર્જાતી ઇમરજન્સી સ્થિતિ અને મુશ્કેલીઓના ત્વરિત નિવારણ માટે પાલિકા દ્વારા ૨૪ કલાક કાર્યરત (Round the Clock) કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ચોમાસાની સિઝન દરમિયાન શહેરીજનોને વરસાદી પાણી ભરાવા, ઝાડ પડી જવા કે અન્ય કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મળી રહે તે માટે આ વ્યવસ્થા ઊભી કરાઈ છે. ચોમાસાને લગતી કોઈપણ ફરિયાદ કે કટોકટીના સમયે નાગરિકો નીચે આપેલા નંબરો પર સંપર્ક કરી શકશે:

emergency હેલ્પલાઇન નંબરો: ૦૨૮૨૨ – ૨૨૦૫૫૨ -૦૨૮૨૨ – ૨૨૦૫૫૩ મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અને સલામતી માટે આપત્તિના સમયે આ ઇમરજન્સી સેવાનો મહત્તમ અને યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી તંત્ર દ્વારા સમયસર અને ઝડપી રાહત કામગીરી પહોંચાડી શકાય.

 

Back to top button
error: Content is protected !!