MORBI મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો — લકવાગ્રસ્ત બહેનને મળ્યું નવી આશાનું ચક્ર







MORBI મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો — લકવાગ્રસ્ત બહેનને મળ્યું નવી આશાનું ચક્ર


“જે રડતા ચહેરા પર હાસ્ય લાવે, તેનું નામ છે ‘મુસ્કાન’…
અને રસ્તા પર સંઘર્ષ કરતા વ્યક્તિને ગળે લગાવી સહારો આપે, તેનું નામ પણ ‘મુસ્કાન’ જ છે.”

મુસ્કાન વેલફેર સોસાયટીની ટીમની નજર એક એવી બહેન પર પડી, જે લકવાના ગંભીર રોગથી પીડાઈ રહી હતી અને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન વિતાવી રહી હતી. તેમની સ્થિતિ જોઈ ટીમના દરેક સભ્યનું હૃદય દ્રવી ઉઠ્યું.
એ જ ક્ષણે મુસ્કાન પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આ બહેનને ફરીથી સન્માન અને સહારાભર્યું જીવન જીવવામાં મદદરૂપ થવું છે.
ગૌરવની વાત એ છે કે માત્ર ૨ દિવસની અંદર જ એટલે કે તા. ૯ મેના રોજ બહેનને વ્હીલચેર ભેટ આપવામાં આવી. જ્યારે તેમના ચહેરા પર રાહત અને ખુશીની “મુસ્કાન” દેખાઈ, ત્યારે એવું લાગ્યું કે અમારી સંસ્થાનું નામ સાચે જ સાર્થક બન્યું.

મુસ્કાન વેલફેર સોસાયટી હંમેશા માનવસેવાના માર્ગ પર કાર્યરત રહી છે અને આગળ પણ જરૂરિયાતમંદ લોકોના જીવનમાં આશા અને સહારો લાવવાનો પ્રયત્ન કરતી રહેશે.




