MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ

 

MORBI મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ

 

મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા તા. 16 જૂન એ સામાજિક સેવાના વધુ એક ઉપક્રમ અંતર્ગત પાડા પુલ નીચે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ પરિવારોને 100 ચૂલાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઝૂંપડપટ્ટીમાં રહેતા અનેક પરિવારો આજે પણ રસોઈ બનાવવા માટે અપૂરતી અને અસુરક્ષિત વ્યવસ્થાનો ઉપયોગ કરતા હોય છે. આવા પરિવારોને સરળતાથી ભોજન બનાવી શકે તે હેતુસર આ ચૂલાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ આ સહાય બદલ આનંદ વ્યક્ત કરી હતી.

 

આ પ્રોજેક્ટ માટે શ્રીમતી સાધનાબેન ઘોડાસરા, શ્રીમતી કાજલબેન અદ્રોજા તથા શ્રીમતી ચંદાબેન કાબરાએ આર્થિક સહયોગ પૂરો પાડ્યો હતો. ઉપરાંત બી ડિવિઝન સ્ટાફ નો પણ સમગ્ર આયોજન અને વિતરણ પ્રક્રિયામાં નોંધપાત્ર સહયોગ રહ્યો હતો.

 

મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થી પરિવારોને ચૂલાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાએ જણાવ્યું હતું કે સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ સુધી ઉપયોગી સહાય પહોંચાડવાના પ્રયાસો ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

આ કાર્યક્રમ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં નાની પરંતુ મહત્વપૂર્ણ મદદ પહોંચાડવામાં સફળતા મળી હોવાનું સંસ્થાએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!