BHUJGUJARATKUTCH

ભુજ લખપત હાઈવે ઉપર વાહનચાલકોની સલામતી લઈને રોડ માર્કિંગની કામગીરી કરાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલ માંકડ -ભુજ કચ્છ

ભુજ,તા-૧૮ જુલાઈ : રાજ્ય સરકાર ની સૂચના અન્વયે કચ્છ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓના રીપેરીંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે ચોમાસાની સિઝન દરમિયાન રોડની આજુબાજુની ઝાડી કટિંગ, ટ્રી-ટ્રીમીંગ તેમજ વાહનચાલકોની સેફ્ટીને લઈને વિવિધ કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. કચ્છના ભુજથી લખપતને જોડતા રોડ પર વિવિધ જગ્યાએ વાહનચાલકોની સેફ્ટી માટે રોડ માર્કિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, બમ્પ ઉપર પણ કલરથી માર્કિંગ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની સૂચના બાદ વાહનચાલકોની સલામતીને લઈને તબક્કાવાર રીતે ખાડાઓના પુરાણ, મેટલિંગ, ડામર પેચવર્ક, ઝાડી કટિંગ અને રોડ માર્કિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે. વરસાદી સિઝનમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના રિપેરીંગ સાથે જ નાગરિકોને ઉત્તમ કનેક્ટિવિટી મળે તે હેતુથી માર્ગ અને મકાન વિભાગ વિવિધ કામગીરી આરંભાઈ છે.

Back to top button
error: Content is protected !!