GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી પુષ્પરાજસિંહ જાડેજાની હળવદ નગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસ પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી
MORBI:મોરબી પુષ્પરાજસિંહ જાડેજાની હળવદ નગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસ પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોર ચીખલીયાની યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર, મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાને હળવદ નગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂંક પત્ર દ્વારા કિશોરભાઈ ચિખલિયા દ્વારા પુષ્પરાજસિંહ જાડેજાને પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં કાર્યશીલ રહી પક્ષની કામગીરી પ્રત્યે વફાદારી અને નિષ્ઠાથી કામગીરી બજાવવા માટે પ્રોત્સાહિત કરવા સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે..