GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા મોબાઇલ શોધી પરત અપાવતી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ

MORBI મોરબી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા મોબાઇલ શોધી પરત અપાવતી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ

 

 

મોરબી જીલ્લામાં CEIR પોર્ટલના ઉપયોગ દ્વારા ૨૩ ખોવાયેલા/ચોરાયેલા મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. આ મોબાઇલની અંદાજીત કિંમત રૂ. ૩,૪૦,૪૮૬/- છે. ત્યારે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પોલીસે તમામ અરજદારોને પોલીસ મથકે બોલાવી એકસાથે પરત આપ્યા હતા.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા માટે ઉપયોગી અને જનહિતકારક કામગીરી કરવાની સૂચના કરી હોય જે અનુસંધાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના કોન્સ. દેવાયતભાઇ રાઠોડ, માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના કોન્સ. રાજદિપસિંહ ઝાલા તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ. શોભનાબેન મેર દ્વારા “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી ૨૩ જેટલા મોબાઇલ કિ.રૂ. ૩,૪૦,૪૮૬/-શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૧૫ મોબાઇલ કિ.રૂ. ૨.૦૬ લાખ, જ્યારે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનના ૩ મોબાઇલ રૂ. ૬૨,૯૯૯/- તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ૫ મોબાઇલ રૂ. ૭૧,૪૮૭/- શોધી તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ હેઠળ તમામ અરજદારોને પોલીસ મથકે બોલાવી, મોબાઇલ એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી પોલીસે સાર્થક કરેલ છે.

Back to top button
error: Content is protected !!