GUJARATJUNAGADH

રાજયકક્ષાએથી યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી સહિતના અધિકારીઓએ જોડાયા અને માર્ગદર્શન મેળવ્યું

રાજયકક્ષાએથી યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી સહિતના અધિકારીઓએ જોડાયા અને માર્ગદર્શન મેળવ્યું

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે રાજયમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના અનુસંધાને જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.રાજયમાં વરસાદની આગાહીના પગલે રાજ્યકક્ષાએથી મુખ્ય સચિવશ્રી પંકજ જોષી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જૂનાગઢ સહિત તમામ જિલ્લાના કલેકટરશ્રી તેમજ અન્ય અધિકારીઓએ જરૂરી માર્ગદર્શન પુરું પાડયું હતું.આ બેઠકમાં કલેક્ટરશ્રી શેલ્ટર હોમની સાફ સફાઈ, પ્રાથમિક સુવિધાઓની ચકાસણી, તલાટી કમ મંત્રીશ્રીઓને દરેક ગામની મુલાકાત લેવા, દરિયામાંથી દરેક બોટ પરત આવે, વિવિધ પ્રવાસન સ્થળો પર આવતા પ્રવાસીઓને અગાઉથી વરસાદની જાણ રહે એ માટે વેબસાઈટ પર જરુરી માહિતી મળી રહે એ અંગે એલર્ટ રહેવા અને તકેદારીના પગલાં ભરવા માટેની જરૂરી સૂચનાઓ અને દિશા નિર્દેશ સંબંધિત વિભાગના અધિકારીઓને આપ્યા હતા.આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!