MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા પંચાયત ચૂંટણી પરિણામ ૨૦૨૬: મોટા દહીસરા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય





MORBI:મોરબી જિલ્લા પંચાયત ચૂંટણી પરિણામ ૨૦૨૬: મોટા દહીસરા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રસાકસીભર્યા માહોલ વચ્ચે મોરબી જિલ્લા પંચાયતના પરિણામો જાહેર થયા છે. જેમાં ૧૭-મોટા દહીસરા બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાની જીતનો પરચમ લહેરાવ્યો છે.

લોકપ્રિય ઉમેદવાર મનીષભાઈ કાનજીયાની શાનદાર જીત
ભાજપના લોકપ્રિય અને સક્રિય ઉમેદવાર મનીષભાઈ કાનજીયાએ આ બેઠક પર દબદબાભેર વિજય મેળવ્યો છે. ચૂંટણીના પ્રારંભિક વલણોથી જ તેઓ આગળ રહ્યા હતા અને અંતે જંગી મતોની સરસાઈ સાથે વિજેતા જાહેર થયા છે.
આ વિજય સાથે જ ‘મોટા દહીસરા’ વિસ્તારમાં ભાજપનો ભગવો લહેરાયો છે. પરિણામ જાહેર થતા જ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મનીષભાઈની આ જીતને મતદારોના અતૂટ વિશ્વાસ અને ભાજપના વિકાસના કામોની જીત ગણાવવામાં આવી રહી છે.



