MORBI:મોરબીમાં મજુરોની માહિતી નાં આપી જાહેરનામાનો ભંગ કરનાર પાંચ કારખાનેદાર વિરુદ્ધ કરવામાં આવી કાર્યવાહી !
MORBI:મોરબીમાં મજુરોની માહિતી નાં આપી જાહેરનામાનો ભંગ કરનાર પાંચ કારખાનેદાર વિરુદ્ધ કરવામાં આવી કાર્યવાહી !
રીપોર્ટ:-શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અલગ અલગ પાંચ કારખાનામાં બહારથી મજુર બોલાવી તેની માહિતી એપ્લીકેશનમા સબમિટ નહી કરી મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર પાંચ કારખાનેદાર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થયેલ હોય જેની તપાસ કરતા પ્રો- સ્ટોન ટાઇલ્સ કારખાનામાં (પીપળી ગામ), કૈલાસ ઇન્ડસ્ટ્રી(રાજપર), મોજાકા ગ્લાસ્કોર્ડ કારખાના માં (જુના જાંબુડીયા ગામ) , એ.આર.કે. ઈન્ડસ્ટ્રીઝના (બેલા ગામ) બાથવેર ફેક્ટરી (બેલા ગામ) વગેરે ફેક્ટરીઓમા બહારથી મજુર કામે રાખી તેની માહિતી પોલીસ સ્ટેશનમાં તેમજ એપ્લિકેશનમા મજુરોની માહિતી સબમિટ નહી કરીને કલેકટર નાં જાહેરનામાનો ભંગ કરનાર આરોપી મહીન્દ્રા મલસિંગ ચારેલ રહે. પ્રો. સ્ટોન ટાઇલ્સ કારખાનામાં લેબર ક્વાર્ટરમાં પીપળી ગામની સીમમાં મોરબી, પ્રવિણભાઇ ગોવિંદભાઈ સનીયારા રહે. મોરબી બોનીપાર્ક રવાપર રોડ, સંદીપભાઈ લક્ષ્મણભાઈ અઘારા રહે. લીલાપર કેનાલ રોડ ગજાનંદ સોસાયટી, તુલસી હાઇટસ એપાર્ટમેન્ટ મોરબી, સાવનભાઈ રાજેન્દ્રભાઈ પરમાર રહે. રવાપર ઘુનડા રોડ ક્રિષ્ના સ્કુલ પાછળ પ્રમુખ રેસીડેન્સી રોયલ પેલેસ બી શીંગ ૬૦૨ મોરબી, ઇન્સાફઅલી ઇર્શાદઅલી ચૌધરી રહે. નિરવાના બાથવેર ફેક્ટરી જુની પીપળીની સીમ મોરબી વારા વિરુદ્ધ જાહેરનામાં ભંગ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે