MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી’ગરમી ના કારણે લુ લાગવાથી બચવા અંગે તકેદારી રાખવા લોકો ને નમ્ર અપીલ “

MORBI:મોરબી’ગરમી ના કારણે લુ લાગવાથી બચવા અંગે તકેદારી રાખવા લોકો ને નમ્ર અપીલ ”

 

 


હાલમાં ભારતીય હવામાન વિભાગ ની યાદી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા રહેલી છે. જે અનુસંધાને મોરબી જીલ્લામાં પણ આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. આવા સંજોગોમાં લુ લાગવાની શક્યતા વધુ રહે છે.વધુ પડતી ગરમી ના કારણે લુ લાગવાના (સન સ્ટ્રોક) કેસો ખાસ કરીને શ્રમિકો અને ખેત મજૂરોમાં બનવા પામે છે. જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે.અસહય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરીર નું તાપમાન વધી જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવા થવાથી ઘટે છે. પરંતુ બહારનું તાપમાન ખુબજ ઊંચું હોય ત્યારે પરસેવાથી શરીર નું તાપમાન ઘટવાની ક્રિયા અસરકારક રહેતી નથી.
લુ લાગવાના લક્ષણો :-
 શરીર અને હાથ પગ દુઃખવા,માથું દુઃખાવુ
 શરીર નું તાપમાન વધી જવું.
 ખુબજ તરસ લાગવી.
 ગભરામણ થવી.શરીરમાંથી પાણી ઓછું થઇ જવું.
 ઉલ્ટી થવી,ઉબકા આવવા,ચક્કર આવવા.
 આંખે અંધારા આવવા,બેભાન થઇ જવું.
 અતિ ગંભીર કિસ્સમાં ખેંચ આવવી.

લુ લાગવાથી બચવાના ઉપાયો:-

 ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું,આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા,ટોપી,ચશ્માં છત્રી નો ઉપયોગ કરવો.
 ભીના કપડાથી માથું ઢાંકી રાખવું.અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુંછવું.
 સીધા સૂર્ય પ્રકાશ થી બચવું,અને દિવસ દરમ્યાન ઝાડ નીચે,ઠંડક અને છાયામાં રહેવું.
 દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણ માં પાણી પીવું,લીંબુ શરબત,નાળીયેર નું પાણી,ઓ.આર.એસ.વગેરે પુષ્કળ પ્રમાણ માં પીવા.
 નાના બાળકો,સગર્ભા માતા,વૃધ્ધો અને અશકત-બીમાર વ્યક્તિઓ એ તડકા માં વિશેષકાળજી રાખવી.
 ગરમીમાં બજારમાં મળતો ખુલ્લો,વાસી ખોરાક ખાવો નહિ.બજારમાં વેચતા બરફ નો ઉપયોગ ટાળવો.સામાજિક પ્રસંગે દૂધ માવામાં બનાવેલ ખાદ્યપદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહેલ હોય તે ખાવા નહિ.


 ગરમી ની ઋતુ માં બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું.
 ચા-કોફી અને દારૂના સેવન થી લુ લાગવાની શક્યતા વધે છે.તેથી તેનું સેવન ટાળવું અને તાજા ફળોના રસનું સેવન કરવું.માથાનો દુઃખાવો,બેચેની,ચક્કર આવવા,ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના આયુષમાન આરોગ્ય મંદિર/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/હોસ્પિટલ નો સંપર્ક કરવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.શ્રીવાસ્તવ અને એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.ડી.વી.બાવરવા ની યાદીમાં જણાવવામાં આવે છે..

Back to top button
error: Content is protected !!