GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi મોરબીના રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘના તમામ ક્ષેત્રોના પ્રમુખ કાર્યકર્તાઓએ સહ પરિવાર “ધ સાબરમતી રિપોર્ટ” ચલચિત્ર નિહાળ્યું

MORBi મોરબીના રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘના તમામ ક્ષેત્રોના પ્રમુખ કાર્યકર્તાઓએ સહ પરિવાર “ધ સાબરમતી રિપોર્ટ” ચલચિત્ર નિહાળ્યું

 

 

મોરબીના RSS ના તમામ ક્ષેત્રો કાર્યકર્તાઓ માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ શોનું આયોજન થયું

મોરબીમાં રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ તેમજ સંઘના જુદાં જુદાં ક્ષેત્રો જેવાકે વિશ્વ હિન્દૂ પરિષદ વિદ્યાભારતી,ભારત વિકાસ પરિષદ, આરોગ્ય ભારતી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારતીય કિશાન સંઘ, ભારતીય જનતા પાર્ટી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સહકાર ભારતી, અધિવકતા પરિષદ સીમા જાગરા મંચ, ગ્રાહક પંચાયત, સંસ્કૃત ભારતી, હિંદુ જાગરણ મંચ, ક્રીડા ભારતી, સક્ષમ, ભારતીય મજદૂર સંઘ,નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન લઘુ ઉદ્યોગ ભારતી સ્વદેશી જાગરણ મંચ, ભારતીય વિચાર મંચ, રાષ્ટ્ર સોવિકા સમિતિ વગેરે મોરબીમાં ચાલતા રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘના 23 જેટલા ક્ષેત્રોના પ્રમુખ કાર્યકર્તાઓ માટે નેકસસ સિનેમા હોલમાં ધ સાબરમતી રીપોર્ટ ચલચિત્ર સહપરિવાર નિહાળવા માટેનું આયોજન ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ દર્શકોએ ફિલ્મ ચલચિત્ર નિહાળી ગોધરાકાંડની વાસ્તવિક હકીકતથી વાકેફ થયા અંતમાં પ્રાર્થનાગાન કરી છુટા પડયા.

Back to top button
error: Content is protected !!