MORBI:મોરબીના શનાળા રોડપર હાઉસીંગના ફ્લેટમાંથી વિદેશી દારૂની 66 બોટલ સાથે એક ઝડપાયો
MORBI:મોરબીના શનાળા રોડપર હાઉસીંગના ફ્લેટમાંથી વિદેશી દારૂની 66 બોટલ સાથે એક ઝડપાયો
મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા શનાળા રોડ હોઉસીંગના ત્રણ માળીયાના ફ્લેટમાં રેઇડ કરી વિદેશી દારૂની નાની-મોટી ૬૬ બોટલ સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ સ્થિત હાઉસીંગ બોર્ડના ત્રણ માળીયાના રહેણાંક ફ્લેટ નં.૩૭૬ બ્લોક નં.૬૮માં મનોજભાઈ ખારેચા વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા ઉપરોક્ત સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો, ક્રાઇમ બ્રાંચે ત્રીજા માળે આવેલ ઉપરોક્ત ફ્લેટમાંથી વિદેશી દારૂ મેકડોવેલ્સ વહીસ્કી ની ૭૫૦મીલી.ની ૬ બોટલ કિ.રૂ.૩,૩૬૬/-તથા ૩૭૫મીલી. રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૬૦ નંગ બોટલ કિ.રૂ.૨૧,૦૦૦/- એમ કુલ ૬૬ બોટલ કિ.રૂ.૨૪,૩૬૬/-નો મુદ્દામાલ સાથે આરોપી મનોજભાઈ કિશોરભાઈ ખારેચા ઉવ.૫૦ ની અટકાયત કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પકડાયેલ આરોપી મનોજભાઈની પ્રાથમિક પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો મોરબી-૨ કુબેર ટોકીઝ પાછળ રહેતા દિગુભા જાડેજા આપી ગયા હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે તે આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી હતી, આ સાથે ક્રાઇમ બ્રાંચ પોલીસ દ્વારા બન્ને આરોપીઓ સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ ચલાવી છે.