MORBI:મોરબીના નગર દરવાજા ચોકમાં ગાય તોફાને ચડી બેને ઉલાળ્યા!
MORBI:મોરબીના નગર દરવાજા ચોકમાં ગાય તોફાને ચડી બેને ઉલાળ્યા!
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ કાયમી છે તંત્ર તે બાબતે ખૂબ જ નિંભર છે. ત્યારે આજે રવિવારે સવારના આઠ વાગ્યાના અરસામાં નગર દરવાજા ચોકમાં એક ગાય તોફાને ચડી હતી. જેને બે લોકોને માથામાં મારીને ઉલાળ્યાહતા જેમણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોરબીની ગૌ સેવા માટે જાણીતી સંસ્થાને જાણ કરાતા તેમના સેવાભાવી યુવાનો વહન લઈને આવ્યા હતા અને ગાયને લઈ ગયા હતા. મોરબીનાં નગર દરવાજા ચોકમાં દરરોજ સવારે શાકભાજી બજાર ભરાય છે અને લોકોની ભીડ હોય છે. તેવા સમયે આજે એક ગાય ને ચાનક ચડી હતી અને દોડધામ મચાવી હતી જેને અડફેટે લીધા તેઓ ઈજાગ્રસ્ત બન્યા. જેમાં એકને માથામાં લાગી જતા તેમને હોસ્પિટલ ખસેડાયો હતો. બીજાઓને સામાન્ય ઇજા થઈ છે લોકોમાં દોડધામ મતી ગઈ છે. અને ગાય પણ વધુ તોફાને ચડી હતી ત્યારે મોરબીની ખૂબ જ જાણીતી ગૌસેવા સમિતિને જાણ કરાતા તેમના સેવાભાવી યુવાનો પોતાનું વાહન લઇને નગર દરવાજા ચોકમાં આવ્યા હતા અને ગાયને બાંધીને પોતાના વાહનમાં લઈ ગયા હતા. આ સમયે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.