GUJARAT

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂ.૪.૩૨ લાખથી વધુનો મોબાઇલનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરતી ડાંગ પોલીસ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*છેલ્લાં એક વર્ષ દરમિયાન ડાંગ એલ.લી.બી પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મોબાઇલ ફોન નંગ – ૧૫૫ મુળ માલિકોને પરત કર્યાં*

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ, તથા મળેલી અરજી/ફરિયાદો અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, વિવિધ ચીજ વસ્તુઓ તથા મુદ્દામાલ મુળમાલિકોને ત્વરિત પરત મળી રહે તે હેતુથી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની અધ્યક્ષતા હેઠળ આહવા એલ.સી.બીના પી.એસ.આઇ શ્રી કે.જે.નિરંજન સહિતના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આહવા ખાતે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન જિલ્લાના અરજદારો દ્વારા પોલીસ સ્ટેશનમાં કરાયેલી અલગ અલગ પ્રકારની અરજી/ફરિયાદો પૈકી મોબાઈલ ખોવાઈ જવા બાબતની અરજીઓમાં, જિલ્લાની એલ.સી.બી.શાખા દ્વારા C.E.I.R. (Central Equipment Identity Register) પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી, બીટ ઇન્ચાર્જ તથા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટેકનીકલ સ્ટાફ સાથે સંકલનમાં રહી, હ્યુમન અને ટેકનીકલ સોર્સથી તપાસ કરી/કરાવી, ખોવાય ગયેલ મોબાઈલ નંગ- ૨૫ કિંમત રૂા.૪,૩૨,૪૭૭/- રિકવર કરી અરજદારોને પરત કર્યા હતા.

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લાં એક વર્ષ દરમિયાન વર્ષ ૨૦૨૪-૨૫ ના સમયગાળા દરમિયા આજ દિન સુધી “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત ખોવાયેલ, ચોરી થયેલ, ગુમ થયેલ મોબાઈલ ફોન નંગ-૧૫૫ અરજદારોના મોબાઇલ પરત અપાવી ડાંગ જિલ્લા પોલીસ દ્વારા અગ્ર ક્રમે આવી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.  ઉલ્લેખનીય છે કે, આહવા ખાતે આવેલ એલ.સી.બીના પી.એસ.આઇ શ્રી કે.જે.નિરંજન અને તેઓની ટીમ દ્વારા નાગરીકોની ફરીયાદોને ધ્યાનમાં રાખી ત્વરિત કાર્યવાહી કરી ખોલાયેલા મોબાઇલ શોધી કાઢવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન  નાગરિકોને પોતાની વસ્તુઓ પરત મળતા તેઓએ પોલીસની પ્રશંસનીય કામગીરીને બીરદાવી રાજીપો વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચ આહવાના સ્ટાફ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!