MORBI નવયુગ લો કોલેજ –મોરબી કાયદાના વિદ્યાર્થીઓએ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબની મુલાકાત લીધી.
MORBI નવયુગ લો કોલેજ –મોરબી કાયદાના વિદ્યાર્થીઓએ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબની મુલાકાત લીધી.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલ ફોરેન્સિલ સાયન્સ લેબ કાયદાના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના જીવન વિકાસ માટે ઉપયોગી છે. આ હેતુ સિધ્ધ કરવા માટે સંસ્થા પ્રમુખ શ્રી પી.ડી. કાંજીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ નવયુગ લો કોલેજ- મોરબીના વિદ્યાર્થીઓ માટે એક શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવેલ. અહી ગુજરાત હાઇકોર્ટ પરિસર તથા ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) ની મુલાકાત પણ લીધી. ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) માં Document division, Ballistic Division, Forensic Psychology, Chemistry & Narcotics, Blood Alcohol Division, DNA Division, Computer Forensic, Physic Division, Fingerprint Division વગેરે વિભાગની મુલાકાત લીધી. તે દરમિયાન વિભાગના તજજ્ઞ દ્વારા તલસ્પર્શી માહિતી આપવામાં આવી વિદ્યાર્થીઓએ રસપૂર્વક ગ્રહણ કરેલ. આ શૈક્ષણિક મુલાકાત માં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બલદેવભાઇ સરસવાડીયા તેમજ સ્ટાફ મિત્રો જોડાયા હતા.