MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી અણીયારી ટોલ નાકા પાસે યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો; ૬ આરોપી ઝડપાયા 

​MORBI:મોરબી અણીયારી ટોલ નાકા પાસે યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો; ૬ આરોપી ઝડપાયા

 

​મોરબી: માળિયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ધૈર્ય હોટલ પાસે થયેલી પટેલ યુવકની ચકચારી હત્યાના મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને માળિયા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગણતરીના દિવસોમાં જ હત્યામાં સંડોવાયેલા ૬ શખ્સોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.



​મળતી વિગતો અનુસાર, અનિલ હરિલાલ કંડિયા નામનો યુવક તેના મિત્ર વિવેક વેલજીભાઈ અઘારા સાથે અણીયારી ટોલ નાકા પાસે આવેલી ધૈર્ય હોટલ પર નાસ્તો કરવા ગયો હતો. આ દરમિયાન અચાનક ધસી આવેલા અજાણ્યા શખ્સોએ અનિલ પર તીક્ષ્ણ હથિયાર (છરી) વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઇજાઓ થવાને કારણે અનિલનું કરુણ મોત નિપજ્યું હતું. આ મામલે માળિયા મીયાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.​ઘટનાની ગંભીરતાને જોતા મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી LCB અને માળિયા પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો)ની મદદથી તપાસ લંબાવી હતી. અંતે, સચોટ માહિતીના આધારે આ ક્રૂર હત્યાને અંજામ આપનાર નીચે મુજબના ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે:​મોહન ઉર્ફે શિવમ ભગવાનજીભાઈ ભુંભરીયા (રહે. મોરબી) ​રમેશભાઈ ઉર્ફે રામો અરજણભાઇ રબારી (મૂળ કેશોદ, હાલ રહે. મોરબી)​પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા (રહે. મોરબી)​ગુલામહુસૈન મહેબુબભાઈ પઠાણ (રહે. મોરબી)​કિશનભાઈ અમરશીભાઈ ચૌહાણ (રહે. મોરબી)​હીરાભાઈ રવજીભાઈ ઉલવા (રહે. મોરબી) પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!