MORBI:શ્રાવણ માસના પ્રથમ દિવસે ‘મોરબી ન્યુમિસમેટિક ક્લબ’ દ્વારા ૩૭૦ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

MORBI:શ્રાવણ માસના પ્રથમ દિવસે ‘મોરબી ન્યુમિસમેટિક ક્લબ’ દ્વારા ૩૭૦ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું
શ્રાવણ માસના પવિત્ર પ્રારંભિક દિવસે “મોરબી ન્યુમિસમેટિક ક્લબ” દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. ક્લબ દ્વારા વિસ્તારની ત્રણ પ્રાથમિક શાળાઓના કુલ ૩૭૦ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને સેવા કાર્ય સાથે નવોદિત શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી હતી.
આ વિતરણ કાર્યક્રમ અંતર્ગત પી એમ શ્રી મોટા દહીંસરા પ્રાથમિક શાળા, નવા ધરમપૂર પ્રાથમિક શાળા અને શ્રી વિવેકાનંદનગર પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી એવી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. શ્રાવણ માસના શુભ દિવસે મળેલી આ સહાયથી બાળકોના મુખ પર ખુશી છવાઈ ગઈ હતી.
આ પ્રસંગે ‘મોરબી ન્યુમિસમેટિક ક્લબ’ના સભ્યો પરમ જોલાપરા, દેવિક જગોદરા, કૃણાલસિંહ એસ. જાડેજા, એડવોકેટ મિતેશભાઈ દવે અને એડવોકેટ દર્શનભાઈ દવે, યુગભાઈ દવે સહિતનાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રણેય શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફે હાજર રહીને ક્લબની આ ઉદાત્ત કામગીરીને બિરદાવી હતી અને મોરબી ન્યુમિસમેટિક ક્લબનો આભાર વ્યક્ત કર્યો હતો.











