GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં પવિત્ર તહેવારોમાં માંસ-મચ્છીના વેચાણ પર રોક: શ્રાવણ માસના ૪ સોમવાર અને જન્માષ્ટમીએ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ

MORBI:મોરબીમાં પવિત્ર તહેવારોમાં માંસ-મચ્છીના વેચાણ પર રોક: શ્રાવણ માસના ૪ સોમવાર અને જન્માષ્ટમીએ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ
આગામી સમયમાં આવી રહેલા પવિત્ર તહેવારોને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ શ્રાવણ માસના ચારેય સોમવાર તેમજ જન્માષ્ટમીના પવિત્ર દિવસે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રહેશે અને માસ, મટન, મરઘા (ચિકન) તથા મચ્છીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા કમિશનર શ્રીમતી સંગીતા રૈયાણી (IAS) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર નીચે મુજબની તારીખે આ પ્રતિબંધ અમલી રહેશે:
- ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ (પ્રથમ શ્રાવણી સોમવાર)
- ૨૪ ઓગસ્ટ, ૨૦૨૬ (બીજો શ્રાવણી સોમવાર)
- ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ (ત્રીજો શ્રાવણી સોમવાર)
- ૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ (શ્રી કૃષ્ણ જન્માષ્ટમી)
- ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ (ચોથો શ્રાવણી સોમવાર)
નિયમભંગ કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ સંબંધિત વેપારીઓને આ જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરવા કડક આદેશ આપવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ કે વેપારી આ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે, તો તેની સામે ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ ની કલમ ૩૨૯ અને ૩૩૬ મુજબ ધોરણસરની કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.તમામ વેપારીઓ અને નાગરિકોને આ અંગે ગંભીર નોંધ લેવા કમિશનર મોરબી મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.










