MORBI:માત્ર આશ્રય કે ભોજન નહીં, મળ્યો પરિવારનો પ્રેમ: મોરબીના આશ્રય ગૃહમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી




MORBI:માત્ર આશ્રય કે ભોજન નહીં, મળ્યો પરિવારનો પ્રેમ: મોરબીના આશ્રય ગૃહમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી

રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન દિન દયાલ અંત્યોદય યોજના(DAY -NULM અંતર્ગત શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉધ્યોગ કેળવણી સંસ્થા દ્વારા મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ નું સંચાલન મોરબી મહાનગર પાલિકા ના માન, કમિશનર સાહેબ ના માર્ગદર્શન હેઠળ UCD શાખા સાથે સંકલન દ્વારા કરવામાં આવે છે,,

આશ્રય ગૃહ ખાતે ઘર વિહોણા અને નિરાધાર લોકો ને આશ્રય ભોજન ચા નાસ્તા ઉપરાંત, અહીંયા દરેક આશ્રિતો ઘર જેવું વાતાવરણ અનુભવી શકે તે માટે દરેક તહેવારો ની ધામધૂમ થી જાહેર ઉજવણી કરવામાં આવે છે, આજરોજ તારીખ 28 ,ઓગસ્ટ 2026 ના રોજ રક્ષાબંધન ના પર્વ ની ઉજવણી માં મહાનગર પાલિકા ના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ રાણપરા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના મોરબી જિલ્લા ના સક્રિય કાર્યકર શ્રી જીતુભાઈ સોમૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ રાણપરા એ પોતાના વક્તવ્ય માં જણાવ્યું હતું કે, મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ માં તમામ પ્રકારની પ્રાથમિક અને પાયા ની સુવિધાઓ આશ્રિતો માટે તદ્દન નિશુલ્ક ઉપલબ્ધ છે ત્યારે આશ્રિતો દ્વારા પણ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી સંકુલ ને સ્વચ્છ અને સુઘડ રાખવા પોતાનો સહકાર આપવો જોઈએ, આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે,રક્ષાબંધન પર્વ ની ઉજવણી આશ્રિતો માં પરસ્પર ભાઈચારા અને પારિવારિક ભાવનાઓ વિકસાવવા મહત્વની સાબિત થશે, તેઓએ આશ્રિતો ના અભિપ્રાયો પણ જાણ્યા હતા,બંને મહાનુભાવો દ્વારા મહાનગર પાલિકા વતી પૂરતા સહકાર અને મદદ ની ખાતરી આપી હતી, ઉજવણી દરમ્યાન આશ્રિત ભાઈઓ ને રાખડી બાંધવા નું શરૂ થતા જ ભાઈઓ અત્યંત ભાવવિભોર થયા હતા અને અમુક તો લાગણીશીલ બનતા આંખો માં હર્ષ ના આંસુ જોવા મળ્યા હતા, અને ફક્ત આશ્રય, ભોજન જ નહીં પરંતુ વાસ્તવ માં પરિવાર મળ્યો હોવાની લાગણી ચહેરા પર સ્પષ્ટ જોવા મળી હતી,

કાર્યક્રમ માં સ્વાગત અને પ્રાસંગિક વક્તવ્ય આશ્રય ગૃહ મેનેજર પરેશભાઈ ત્રિવેદી અને આભારવિધિ સિનિયર કેર ટેકર અસ્મિતાબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું,સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો, ઉજવણી માં આશ્રય ગૃહ ના આશ્રિતો બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા.



