MORBI:રાજકોટ મધ્યસ્થ જેલનો દુષ્કર્મ-હત્યાના ગુન્હાનો ફરાર આરોપી બિહારથી ઝડપાયો
MORBI:રાજકોટ મધ્યસ્થ જેલનો દુષ્કર્મ-હત્યાના ગુન્હાનો ફરાર આરોપી બિહારથી ઝડપાયો
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને રાજકોટ જેલહવાલે કર્યો રાજકોટ મધ્યસ્થ જેલમાં દુષ્કર્મ અને હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવી રહેલ આરોપી પેરોલ રજા પરથી છેલ્લા બે વર્ષથી ફરાર હતો જે આરોપી બિહાર રાજ્યના નવાદા જીલ્લામાં હોવાની બાતમી મળતા મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આરોપીને ઝડપી લઈને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી ફરાર અને જેલ ફરારી આરોપીને ઝડપી લેવા સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત કાર્યરત હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકના હત્યા અને દુષ્કર્મના ગુનામાં આરોપી સુરજકુમાર ગોરેલાલ ચૌહાણ રહે મૂળ બિહાર વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હોય જે આરોપીને ગુજરાત હાઈકોર્ટના સ્પેશ્યલ ક્રીમીક્લ એપ્લીકેશન અંતર્ગત તા. ૧૫-૦૩-૨૦૨૩ ના આદેશાનુસાર તા. ૦૧-૦૬-૨૦૨૩ થી ૨૧ દિવસની પેરોલ રજા મેળવી જેલ મુક્ત થયો હતો જે આરોપીને તા. ૨૩-૦૬-૨૦૨૩ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ પાકા કામનો કેદી પેરોલ રજા પરથી ફરાર થયો હતો જે કેદી બિહાર રાજ્યના નવાદા જીલ્લામાં હોવાની બાતમી મળતા મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે