MORBIMORBI CITY / TALUKO

MORBI:‘ટીબી મુક્ત ભારત અભિયાન’: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૨૫ દર્દીઓને પોષણ કીટનું વિતરણ

 

MORBI:‘ટીબી મુક્ત ભારત અભિયાન’: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૨૫ દર્દીઓને પોષણ કીટનું વિતરણ

દેશને ક્ષયમુક્ત કરવાના ઉમદા સંકલ્પ સાથે ચાલતા ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત મોરબી જિલ્લામાં સરકારી તંત્ર અને સામાજિક સંસ્થાઓના સમન્વયથી પ્રશંસનીય કામગીરી થઈ રહી છે. ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓની સાથે નિયમિત પોષણયુક્ત આહાર મળી રહે અને તેઓ આ રોગમાંથી ઝડપથી સ્વસ્થ થાય તેવા આશયથી સેવાભાવી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા મોરબીના ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે અત્યંત જરૂરિયાતમંદ એવા ૨૫ ટીબીના દર્દીઓને દૈનિક વપરાશ માટેની પોષણયુક્ત રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ શ્રી હરજીભાઈ સુવારીયા, મંત્રી શ્રી કેશુભાઇ દેત્રોજા, એફ.વી.ડી.જી. શ્રી રમેશભાઈ રૂપાલા, ખજાનચી શ્રી ચંદુભાઈ કુંડારિયા સહિત સંસ્થાના સભ્યોએ દર્દીઓને કીટ અર્પણ કરી હતી.

આ કાર્યક્રમના આયોજન માટે જિલ્લા ક્ષય કેન્દ્રના સુપરવાઈઝર શ્રી દીપકભાઇ પટેલ, ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર શ્રી પિયુષભાઈ જોષી, મોરબી તાલુકા સુપરવાઈઝર શ્રી શૈલેષભાઈ પારેજીયા, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. શ્રેયા માતરિયા, આયુષ મેડિકલ ઓફિસર ડૉ. ધરતી પડસુંબિયા તેમજ સેન્ટરના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!