MORBI -મોરબીના શનાળા ગામ નજીક થાર ગાડી પલ્ટી મારી જતાં ચાલકનું મોત નિપજ્યું
MORBI -મોરબીના શનાળા ગામ નજીક થાર ગાડી પલ્ટી મારી જતાં ચાલકનું મોત નિપજ્યું
મોરબી રાજકોટ રોડ શનાળા ગામ નજીક સી એન જી પંપ સામે થાર ગાડી પલટી મારી જતા કારમાં સવાર ચાલક સહીત ત્રણને ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગીરસોમનાથના અમરાપુર ગામે રહેતા જીગ્નેશભાઈ મુળુભાઈ જાખોત્રા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રોહિતભાઈ જેતસીભાઈ રામ એ થાર ગાડી જીજે ૦૩ એપી ૩૭૭૭ પુર ઝડપે અને બેદરકારીથી ચલાવી મોરબીના શનાળા ગામ નજીક સી એન જી પંપ સામે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ગાડી પલટી મારી જતા જીગ્નેશભાઈને પગમાં ઈજા પહોચતી હતી તો સાહેદ સાગરભાઈને પણ મોઢા અને હાથ-પગમાં ઈજા પહોચી હતી તેમજ રોહિતભાઈને ગંભીર ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામ આવ્યા હોય જ્યાં સારવાર દરમીયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.