GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઉંચી માંડલ નજીક બોલેરોમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધી હેરાફેરી કરતા એક ઝડપાયો

MORBI:મોરબીના ઉંચી માંડલ નજીક બોલેરોમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધી હેરાફેરી કરતા એક ઝડપાયો

 

 

મોરબીના ઉંચી માંડલ નજીક બોલેરોમાં પાસ પરમીટ કે આધાર પુરાવા વગર ક્રૂરતાપૂર્વક બાંધી ત્રણ ભેંસ(પાડીઓ)ની હેરાફેરી કરી કતલખાને લઈ જતા બોલેરો ચાલકને મોરબીના ગૌરક્ષકો દ્વારા પકડી લઈને તાલુકા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે

મોરબી-૨ મહેન્દ્રનગર ચોકડી નજીક નિરાધાર ગૌશાળામાં રહેતા મૂળ જામનગર જીલ્લાના જામજોધપુરના વતની અને મોરબી ગૌરક્ષક દળના સંગઠન મંત્રી ખુશાલભાઈ સુરેશભાઈ વડાલીયા ઉવ.૩૦ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી જીવણભાઈ મેઘાભાઈ પેઢારીયા ઉવ.૫૦ રહે.ચાચાપર તા.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈકાલ તા.૧૧/૦૩ના રોજ ખુશાલભાઈ તથા તેની ગૌરક્ષક ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે ઉંચી માંડલ નજીક બોલેરો પીકઅપમાં પશુઓને ભરી કતલખાને લઈ જવાના આવનાર છે, જેથી ખુશાલભાઈ સહિતના ગૌરક્ષક ઉંચી માંડલ ગામ નજીક વોચમાં હોય તે દરમિયાન બોલેરો રજી.નં. જીજે-૩૬-ટી-૧૧૯૧ વાળી કાર ત્યાંથી નીકળતા તેને રોકી બોલેરોના પાછળના ભાગે તલાસી લેતા ત્રણ ભેંસ(પાડીઓ)ને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધી, અબોલ જીવો માટે ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર તેમજ પશુઓની હેરાફેરી માટે પાસ પરમીટ કે આધાર વગર લઈ જતા હોય, ત્યારે ઉપરોક્ત બોલેરો અને તેના ચાલક જીવણભાઈને તાલુકા પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યા હતા, ત્યારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ઘોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે

Back to top button
error: Content is protected !!