MORBI:ABVP મોરબી દ્વારા L.E કૉલેજ હોસ્ટેલના પ્રશ્નને લઈને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.
MORBI:ABVP મોરબી દ્વારા L.E કૉલેજ હોસ્ટેલના પ્રશ્નને લઈને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ , 1949 થી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે.
L.E કૉલેજની હોસ્ટેલમાં છેલ્લા ઘણાં સમયથી વિધાર્થીઓને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેવી કે પીવાના પાણીની સુવિધા નથી, પીવાના પાણીનું કુલર છે પરંતુ બંધ અવસ્થામાં છે, બાથરૂમ તથા ટોયલેટની સાફ – સફાઈ થતી નથી, કર્મચારીઓ આવે છે પરંતુ લોબી સાફ કરી અને પાર્કિંગમાં બેસીને જતાં રહે છે, ન્યૂ હિલ હોસ્ટેલની અંદર ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓના એડમિશન છે પરંતુ નહાવા માટે પાણીની બે – બે હજાર લિટરની માત્ર બે જ ટાંકી છે, ફાયર સેફ્ટી માટેના પાઇપ મુકેલ છે પરંતુ તેની પાણીની ટાંકી તૂટી ગયેલ છે જેથી કરીને ક્યારેક મુશ્કેલીનો સમય આવે ત્યારે તે કંઈ જ ઉપયોગી થઈ શકે તેમ નથી, સાફ – સફાઈ થયેલ કચરાનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી, કચરા પેટીની સુવિધા જ નથી, નહાવા માટે ડોલ વગેરેની સુવિધા નથી, પાણીની ટાંકીનું પાણી છલકાઈ ને હોસ્ટેલ તરફ આવે છે જેના કારણે જીવ – જંતુનો ઉપદ્રવ વધે છે.
આ બધી સમસ્યાઓ ખૂબ જ ગંભીર છે. તેનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર રજૂઆત સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા કૉલેજ પ્રશાસનને ચીમકી આપવામાં આવી કે જો સાત દિવસમાં આ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નહીં આવેતો ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.