MORBI: મોરબી રોટરીગ્રામ (અ.) પ્રા.શાળા હેલ્ધી ફુડ ફેસ્ટીવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

MORBI: મોરબી રોટરીગ્રામ (અ.) પ્રા.શાળા હેલ્ધી ફુડ ફેસ્ટીવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
શ્રી રોટરીગ્રામ (અ.) પ્રા. શાળા,તા.જી. :- મોરબી મુકામે તારીખ:- 19/1/2026 ના રોજ ગીર ફાઉન્ડેશન ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ગાંધીનગર આયોજિત હેલ્ધી ફુડ ફેસ્ટીવલ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
પર્યાવરણ શિક્ષણ કાર્ય અંતર્ગત શાળાના 72 અને બાજુની અમરનગર શાળાના 40 બાળકો સહભાગી બન્યા હતા. જેમાં વાનગી સ્પર્ધા રાખવામાં આવી હતી. 40 બાળકોએ તેમની માતાની સાથે વાનગી સ્પર્ધા માં હેલ્ધી ડિશ બનાવી ભાગ લીધો હતો. તમામનું શાળા પરિસર માં પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. એસ.એમ.સી. ના સભ્યો એ મુલાકાત લીધી હતી.
સ્વસ્થ ખોરાક નું જીવનમાં માં મહત્વ આઈ.સી.ડી.એસ. સુપરવાઈઝર પૂર્વીબેન ત્રિવેદી તેમજ કંચનબેન ડી. બોડા એ પોષ્ટિક આહાર માં શાકભાજી, ફળો અને ધાન્યપાક નું મહત્વ ની સમજ આપી હતી. રાષ્ટ્રીય શિક્ષક પારિતોષિક વિજેતા પ્રેમજીભાઈ વડાવિયા એ સ્વસ્થ જીવનશૈલી કેવી રીતે જીવી શકાય તેના ઉપર સમજ આપી હતી.
વાનગી સ્પર્ધા માં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કુમાર અને કન્યા માં ત્રણ નંબર ને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સી.આર.સી. ભરતનગર ચેતનભાઈ જાકાસણીયા એ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્ય મણિભાઈ સરડવા તેમજ મદદનીશ શિક્ષક વિનોદકુમાર ફેફર, ગજાનનભાઈ આદ્રોજા એ જહેમત ઉઠાવી હતી.









