GUJARAT

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે પેટ સીટી સ્કેન મશીન નું લોકાર્પણ કરવામાં આવ્યું

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ભરૂચના અંકલેશ્વર ખાતે આવેલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર ખાતે પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ભરૂચના અંકલેશ્વર ખાતે આવેલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર ખાતે તા. ૧૮ ઓગષ્ટ ૨૦૨૩ના રોજ પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ, કેન્સરના દર્દીઓ માટે પોષણ રક્ષક કીટનું વિતરણ તેમજ કેન્સરના દર્દીઓ માટે રહેવાની ૬૦ બેડ ધરાવતી હોસ્ટેલની સુવિધા ઉભી કરવા માટે ઈ – ભૂમિ પૂજનકરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાણા પ્રધાન કનુભાઈ દેસાઇ,ભરુચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી,ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા,ભરૂચ જિલ્લા ભાજપના અધ્યક્ષ મારુતિસિંહ અટોદરીયા,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,કલેક્ટર તુષાર સુમેરા,જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરી,જે.બી.મોદી કેમિકલના અશોક પંજવાણી,સાન્દ્રા શ્રોફ સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.કેન્સરના સચોટ નિદાન અને તેની કેટેગરી જાણવા માટે પેટ સિટી સ્કેન મશીન ઉપયોગી બની રહે છે. આ સંપૂર્ણ પ્રક્રિયાની શરૂઆતમાં ન્યુક્લિયસ મેડિસિન દર્દીઓને ઇન્જેક કરવામાં આવે છે.જેથી પેટ સીટી સ્કેન મશીન દ્વારા શરીરના કયા ભાગમાં કેન્સર છે, કેટલું પ્રસરેલું છે અને કેટલું વ્યાપક છે તે જાણી શકાય છે. જો કેન્સરના શરૂઆતના તબક્કામાં ખબર પડે તો સારવાર દ્વારા ખુબ સારા પરિણામો મળી શકે

રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ વાત્સલ્યમ સમાચાર અંકલેશ્વર

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!