GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી(2) આનંદનગરમાં મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૪ ઝડપાયા

 

MORBI:મોરબી(2) આનંદનગરમાં મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૪ ઝડપાયા

 

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ આનંદનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર મોરબી સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ. ૩૦,૧૦૦ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે સામાકાંઠે આનંદનગર શેરી નંબર-૧ માં રહેતા ઈન્દ્રસિંહ નવલસિંહ જાડેજાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની રેડ દરમિયાન મકાનમાં ગંજીપત્તા વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહેલા ચાર ઈસમો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ઝડપાયેલા આરોપીઓ:૧. ઈન્દ્રસિંહ નવલસિંહ જાડેજા (રહે. આનંદનગર, શેરી નં-૧, મોરબી)૨. જગદિશભાઈ મોતીભાઈ નૈયા (રહે. માનસ સોસાયટી મેઇન શેરી, પીપડી ગામ, મોરબી)૩. યાશીનભાઈ રહિમભાઈ દલ (રહે. બાવલીયા પીરની દરગાહ પાસે, વાવડી રોડ, મોરબી) ૪. ઉમેદભાઇ દાઉદભાઈ પઢીયાર (રહે. કારીયા સોસાયટી, સોમૈયા સોસાયટીના બીજા ગેટ પાસે, વાવડી રોડ-૧, મોરબી)

પોલીસે સ્થળ પરથી ક કુલ રૂપિયા ૩૦,૧૦૦ ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે તમામ ચાર આરોપીઓ વિરૂદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!