GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ભાજપ ઓબીસી મોરચાના ઉપાધ્યક્ષ વસંતલાલ વ્યાસનો આજે જન્મદિવસ

MORBI:મોરબી ભાજપ ઓબીસી મોરચાના ઉપાધ્યક્ષ વસંતલાલ વ્યાસનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચાના ઉપાધ્યક્ષ તથા શ્રી વ્યાસ જ્ઞાતિ પ્રગતિ મંડળ, મોરબીના ઉપપ્રમુખ વસંતલાલ વ્યાસનો આજે જન્મદિવસ છે. આ નિમિત્તે રાજકીય, સામાજિક તેમજ વિવિધ ક્ષેત્રોમાંથી તેમના પર શુભેચ્છાઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે.

વસંતલાલ વ્યાસ ભાજપ સંગઠન પ્રત્યેની પોતાની અડગ નિષ્ઠા, સેવાભાવ અને સમાજ પ્રત્યેની સમર્પિત ભાવના માટે જાણીતા છે. ભાજપ સંગઠનને મજબૂત બનાવવાની સાથે સાથે સમાજના સર્વાંગી વિકાસ માટે પણ તેઓ સતત વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે.

તેમના જન્મદિવસ પ્રસંગે રાજકીય-સામાજિક ક્ષેત્રના આગેવાનો, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, સ્નેહીઓ અને મિત્રવર્તુળ દ્વારા રૂબરૂ તેમજ ટેલિફોનિક અને સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સૌ કોઈએ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, નિરોગી જીવન તથા રાજકીય અને સામાજિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.વસંતલાલ વ્યાસ આગામી સમયમાં પણ સંગઠન અને સમાજસેવાના કાર્યોમાં વધુ ઊર્જા સાથે સક્રિય યોગદાન આપી નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છાઓ શુભેચ્છકો દ્વારા પાઠવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!