GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પરણિતાને શારીરિક-માનસિક ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

 

MORBI:મોરબી પરણિતાને શારીરિક-માનસિક ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

 

મોરબી: લગ્નજીવનમાં કરિયાવર અને ઘરકામ જેવી બાબતોએ પરણિતાઓને ત્રાસ આપવાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. મોરબીમાં હાલ પિતાના ઘરે રહેતી અને મૂળ રાજસ્થાનની વતની એવી એક પરણિતાએ તેના પતિ, સસરા, જેઠ અને જેઠાણી વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.

​મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના જયપુરના રહેવાસી અને હાલ મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર-૦૧ માં પિતાના ઘરે રહેતા ઉર્વશીબેન સુનિલભાઈ શેવાકા (ઉ.વ.૩૦) એ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
​તેમણે આરોપ લગાવ્યો છે કે, તેમના લગ્ન બાદ સાસરી પક્ષ દ્વારા તેમને નાની-નાની બાબતોમાં તેમજ ઘરકામ મુદ્દે અવાર-નવાર હેરાન કરવામાં આવતા હતા. વધુમાં, કરિયાવર બાબતે પણ મેણાટોણા મારીને તેમને માનસિક યાતનાઓ આપવામાં આવતી હતી. આ ત્રાસ માત્ર માનસિક જ નહીં પરંતુ શારીરિક પણ હતો, જેમાં આરોપીઓ દ્વારા તેમની સાથે મારકૂટ પણ કરવામાં આવી હતી.પરણિતાએ જયપુર (રાજસ્થાન) રહેતા નીચે મુજબના સાસરી પક્ષના સભ્યો સામે ​સુનિલ રાજકુમાર શેવકાની (પતિ) ​રાજકુમાર ઈશ્વરદાસ શેવકાની (સસરા) ​દીલીપ રાજકુમાર શેવકાની (જેઠ) ​હીર દીલીપ શેવકાની (જેઠાણી) ફરીયાદ નોંધાવી છે ​ઉર્વશીબેનની ફરિયાદના આધારે મોરબી મહિલા પોલીસે તમામ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. સાસરીયાઓના ત્રાસથી કંટાળીને અંતે દીકરીએ કાયદાનો આશરો લેતા પોલીસે આ મામલે કડક વલણ અપનાવ્યું છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!