MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળશે




MORBI:મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળશે

ઉક્ત બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા હાથ ધરાશે
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ બપોરના ૦૩:૩૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક દરમિયાન કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.
આ બેઠકમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો, જિલ્લાના પદાધિકારીગણ તરફથી મળેલા પ્રશ્નો, પી.જી. પોર્ટલની પેન્ડિંગ અરજીઓની ચર્ચા, સ્વાગત પોર્ટલના પ્રશ્નો તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા અન્ય પ્રશ્નોની સમીક્ષા હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




