MORBI:મોરબીનો શૈક્ષણિક ક્ષેત્રે દબદબો: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સતત ચોથા વર્ષે રાજ્યમાં પ્રથમ





MORBI:મોરબીનો શૈક્ષણિક ક્ષેત્રે દબદબો: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સતત ચોથા વર્ષે રાજ્યમાં પ્રથમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાએ ફરી એકવાર ઇતિહાસ રચતા વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજ્યમાં સતત ચોથા વર્ષે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

રાજ્યનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ: 84.33% (93,678 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ)
રાજ્યનું સામાન્ય પ્રવાહનું પરિણામ: 92.71% (4,03,362 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ)
મોરબી જિલ્લાની આ ગૌરવશાળી સિદ્ધિ બદલ જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે. તેમણે આ ભવ્ય સફળતા માટે સખત મહેનત કરનાર વિદ્યાર્થીઓ, કર્મનિષ્ઠ શિક્ષકો, આચાર્યો અને સંચાલકોને અભિનંદન પાઠવ્યા છે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી છે.




