GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી હળવદ-માળીયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત; ટેન્કર પાછળ સુપર કેરી અથડાતા ચાલકનું મોત

 

MORBI:મોરબી હળવદ-માળીયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત; ટેન્કર પાછળ સુપર કેરી અથડાતા ચાલકનું મોત

 

​મોરબી: હળવદ-માળીયા હાઇવે પર રાપર ગામની સીમમાં એક કરુણ અકસ્માત સર્જાયો છે. રોડ પર છોડને પાણી પીવડાવી રહેલા પાણીના ટેન્કર પાછળ એક મારૂતિ સુઝુકી સુપર કેરી વાહન ધડાકાભેર અથડાતા ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે તેના ભાઈને ગંભીર ઈજાઓ પહોંચી છે.



​ગત તારીખ ૧૮ માર્ચના રોજ હળવદ-માળીયા હાઇવે પર રાપર ગામ પાસે આ ઘટના બની હતી. પાણીનું ટેન્કર (નંબર: GJ-12-AT-7713) ડિવાઈડરમાં આવેલા છોડને પાણી પીવડાવવાની કામગીરી કરી રહ્યું હતું. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી સુપર કેરી (નંબર: GJ-36-V-8986) ટેન્કર સાથે અથડાઈ હતી. ટેન્કર ચાલકના જણાવ્યા અનુસાર, સ્ટોપ લાઈટ ચાલુ હોવા છતાં સુપર કેરીના ચાલકે બેદરકારીથી વાહન હંકારતા આ અકસ્માત સર્જાયો હતો.​મુતક સાજનકુમાર હરજીભાઈ દેલવાણીયા (ઉંમર ૨૧ વર્ષ, રહે. સરવડ, તા. માળીયા-મી).
​ઇજાગ્રસ્ત: વિષ્ણુભાઈ દેલવાણીયા (મૃતકનો ભાઈ).
​અકસ્માત એટલો ભીષણ હતો કે બંને ભાઈઓને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન સાજનકુમારનું કરુણ મોત નીપજ્યું હતું.આ મામલે ટેન્કર ચાલક કમલેશભાઈ દેવાભાઈ પાંચીયા (રહે. ખાખરેચી) એ ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે મૃતક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!