MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જૂની અદાવતમાં યુવકની કારને સ્કોર્પિયોએ ટક્કર મારી, જાનથી મારી નાખવાની ધમકી

 

MORBI:મોરબી જૂની અદાવતમાં યુવકની કારને સ્કોર્પિયોએ ટક્કર મારી, જાનથી મારી નાખવાની ધમકી

 

મોરબી: શહેરના વીશીપરા વિસ્તારમાં જૂની અદાવતને પગલે એક યુવક પર હુમલો કરવાનો પ્રયાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે. આરોપીએ પોતાની સ્કોર્પિયો કાર વડે યુવકની ગાડીને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ સિટી બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના વીશીપરા કુલીનગર-૧ માં રહેતા ૩૨ વર્ષીય શાહરૂખભાઈ ફિરોજભાઈ પઠાણે આરોપી સાજીદભાઈ સાઉદિનભાઈ જેડા (રહે. યમુનાનગર, મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયું છે કે, બે દિવસ પહેલા શાહરૂખભાઈને આરોપીના ભાઈ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખીને આરોપી સાજીદભાઈએ પહેલા ફોન પર શાહરૂખભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારબાદ, શાહરૂખભાઈ જ્યારે તેમના મિત્રની ક્રેટા ગાડી (નંબર: GJ-36-AR-4143) લઈને જઈ રહ્યા હતા, ત્યારે આરોપીએ પોતાની સ્કોર્પિયો ગાડી વડે ક્રેટાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ક્રેટા ગાડીના જમણી સાઈડના દરવાજા, પાછળના ભાગે અને આગળના બમ્પરમાં ભારે નુકસાન થયું હતું. ટક્કર માર્યા બાદ આરોપી સ્કોર્પિયો લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.શાહરૂખભાઈની ફરિયાદના આધારે મોરબી સિટી બી-ડિવિઝન પોલીસે આરોપી સાજીદ જેડા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને પકડવા અને કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!