MORBI:મોરબી: જોધપર મચ્છુ-2 ડેમમાં ન્હાવા પડેલા બે યુવાનો ડૂબ્યા, ફાયર ટીમે એકને બચાવ્યો, એકનું કરુણ મોત




MORBI:મોરબી: જોધપર મચ્છુ-2 ડેમમાં ન્હાવા પડેલા બે યુવાનો ડૂબ્યા, ફાયર ટીમે એકને બચાવ્યો, એકનું કરુણ મોત

મોરબી નજીક આવેલા જોધપર મચ્છુ-2 ડેમમાં આજે બપોરે એક કરુણ ઘટના બની હતી. ડેમ પર ફરવા આવેલા ચાર યુવાનોમાંથી બે યુવાનો પાણીમાં ન્હાવા પડ્યા હતા. જેમાંથી ડૂબી જવાથી એક યુવાનનું મોત નીપજ્યું છે, જ્યારે ફાયર બ્રિગેડની સતર્કતાથી અન્ય એક યુવાનનો આબાદ બચાવ થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બપોરે 15:42 કલાકે મોરબી ફાયર કંટ્રોલ રૂમ (101) ને ઈમરજન્સી કોલ મળ્યો હતો કે જોધપર મચ્છુ-2 ડેમમાં કોઈ ડૂબી ગયું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક તમામ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ઘટનાસ્થળે પહોંચીને ફાયર ટીમે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કુલ ચાર લોકો ડેમ સાઈટ પર ફરવા માટે આવ્યા હતા. જેમાંથી બે લોકો પાણીમાં ન્હાવા માટે પડ્યા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.
મોરબી ફાયર ટીમે ત્વરિત બચાવ કામગીરી હાથ ધરીને ડૂબી રહેલા બેમાંથી એક યુવાનનો આબાદ બચાવ કર્યો હતો. તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

જ્યારે બીજો યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર વિભાગના જવાનોએ સતત 02 કલાકની ભારે જહેમત અને શોધખોળ બાદ આ યુવાનનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો.મૃતક યુવાનની વિગત:વિજયભાઈ ગોરધનભાઈ સેલાણીયાઉંમર: 26 વર્ષ રહેવાસી: તાજપર આ બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



