GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા લાલઘૂમ: ૬૭ ખાણી-પીણીની પેઢીઓમાં ધાડ, ૨૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

 

MORBI:મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા લાલઘૂમ: ૬૭ ખાણી-પીણીની પેઢીઓમાં ધાડ, ૨૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

 

પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. ફૂડ શાખાની ટીમ દ્વારા નવલખી રોડ, શક્તિ ચોક, વાવડી રોડ અને મોરબી-વાંકાનેર હાઇવે સહિતના વિસ્તારોમાં આવેલી ખાણી-પીણી તથા ફરસાણની ૬૭ જેટલી પેઢીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ગંદકી અને વાસી ખોરાક વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી અંદાજે ૨૮ કિલો જેટલા અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

પશુપતિનાથ ચાઇનીઝ (નવલખી રોડ):અહીં તપાસ દરમિયાન ભારે અસ્વચ્છતા (અનહાઇજેનિક સ્થિતિ) જોવા મળી હતી. ટીમે સ્થળ પરથી આશરે ૩ કિલો વાસી નૂડલ્સ, સિન્થેટિક ફૂડ કલર, ૫ કિલો મંચુરિયન, ૨ કિલો વાસી ભાત અને ૧૦ કિલો ફૂગવાળા કોબીજનો જથ્થો પકડી પાડી તેનો નાશ કર્યો હતો. આ પેઢીને નિયમભંગ બદલ ‘ગ્રીન નોટિસ’ ફટકારવામાં આવી છે.

મોમાઈ ફાસ્ટફૂડ (વાવડી રોડ):અહીંથી આશરે ૪ કિલો મંચુરિયન, ૨ કિલો વાસી ભાત, ૧ કિલો વાસી લોટ, ફૂગવાળી બ્રેડ અને ૧ કિલો વાસી ગ્રેવી મળી આવતાં તમામ અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરાયો હતો.ભગવતી ફરસાણ (જેલ રોડ):તપાસ દરમિયાન વાસી થઈ ગયેલા ૩ પેકેટ રસગુલ્લા મળી આવતાં તેનો પણ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

ગેરકાયદે અને અસ્વચ્છ પેઢીઓને નોટિસ – મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ દરમિયાન જે પેઢીઓ પાસે યોગ્ય ફૂડ લાયસન્સ ન હતું અથવા જ્યાં અસ્વચ્છતા અને બેદરકારી જોવા મળી હતી, તે તમામ વેપારીઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

ફૂડ શાખાની ટીમે સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી છે કે પ્રજાના આરોગ્ય સાથે રમત કરતા તત્વો સામે આવનારા દિવસોમાં આ ઝુંબેશ વધુ સઘન અને કડક બનાવવામાં આવશે. લાયસન્સ વગર કે અસ્વચ્છ વાતાવરણમાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરનારા વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.

Back to top button
error: Content is protected !!