MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પી.એમ. શ્રી લીલાપર પ્રાથમિક શાળાની મુલાકાત: શૈક્ષણિક સુવિધાઓ અને ગુણવત્તાનું કરાયું નિરીક્ષણ




MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પી.એમ. શ્રી લીલાપર પ્રાથમિક શાળાની મુલાકાત: શૈક્ષણિક સુવિધાઓ અને ગુણવત્તાનું કરાયું નિરીક્ષણ


મોરબી મહાનગરપાલિકા સંચાલિત પી.એમ. શ્રી લીલાપર પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ, સ્વચ્છતા વ્યવસ્થા તેમજ વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિક્ષણ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન શિક્ષકો સાથે શાળાના શૈક્ષણિક વિકાસ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. શાળામાં વિદ્યાર્થીઓ માટે ઉભી કરવામાં આવેલી આધુનિક સુવિધાઓ અને શિક્ષકોની નિષ્ઠાપૂર્વકની કામગીરી જોઈ આનંદની લાગણી અનુભવાઈ હતી.

મોરબી શહેરના બાળકોને ગુણવત્તાયુક્ત અને સંસ્કારસભર શિક્ષણ મળે તે માટે મહાનગરપાલિકા સતત કાર્યરત છે. શિક્ષણ ક્ષેત્રે મોરબીને વધુ આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે જરૂરી તમામ સહયોગ અને સુવિધાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહાનગરપાલિકાના મેયર,કમિશનરશ્રી, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ, શિક્ષકગણ, સ્થાનિક આગેવાનો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
“બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય જ વિકસિત મોરબીનો મજબૂત પાયો છે. આજે પી.એમ. શ્રી લીલાપર પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શિક્ષણની ગુણવત્તા અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. શિક્ષણ, સંસ્કાર અને વિકાસના માર્ગે મોરબી સતત આગળ વધી રહ્યું છે.”



